ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે કુણાલ ખેમુએ કહ્યું કે ‘આ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને એક ઍક્ટર તરીકે રહેવું ખૂબ અઘરું છે, કારણ કે તમારા તરફ સતત લોકોની નજર હોય છે
ફાઇલ તસવીર
કુણાલ ખેમુનું કહેવું છે કે એક ઍક્ટર તરીકે ઇન્ડસ્ટ્રીમાં રહેવું ખૂબ અઘરું છે. કુણાલે ‘ઝખમ’, ‘કલયુગ’, ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ગોલમાલ 3’, ‘ઢોલ’ અને ‘કંજુસ મખ્ખીચુસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તેણે વેબ-સિરીઝ ‘અભય’ અને ‘પૉપ કૌન’માં પણ કામ કર્યું છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે કુણાલ ખેમુએ કહ્યું કે ‘આ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને એક ઍક્ટર તરીકે રહેવું ખૂબ અઘરું છે, કારણ કે તમારા તરફ સતત લોકોની નજર હોય છે. પહેલાં તો મેકર્સ, દર્શકો, બૉક્સ-ઑફિસ, ક્રીટિક્સ અને હવે ડિજિટલ પ્લૅટફૉર્મ તરફથી જોવામાં આવે છે. દરેકની પોતાની જર્ની હોય છે. મેં કેટલીક સલાહનું અનુકરણ કર્યું છે. મને એમ કહેવામાં આવતું હતું કે ‘કદાચ તારે આ કરવું જોઈએ, તારે પેલું કામ કરવું જોઈએ. તારે PR હાયર કરવી જોઈએ.’ મને એવો અહેસાસ થયો છે કે આ બધુ કંઈ કામ નથી આવતું.’