આ ફિલ્મના ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીને ન્યુ યૉર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડિરેક્ટર તરીકે અવૉર્ડ મળ્યો હતો.
એસ. એસ. રાજામૌલી
એસ. એસ. રાજામૌલીનું કહેવું છે કે તેઓ હવે ફરી બ્રિટિશ રાજ સાથે ફાઇટ કરવા માટે તૈયાર છે. ‘RRR’ની સીક્વલની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મની સ્ટોરી પર એસ. એસ. રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદ કામ કરી રહ્યા છે. આ ફિલ્મના ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીને ન્યુ યૉર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડિરેક્ટર તરીકે અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મની સીક્વલ પહેલાં બનાવવાનો ઇરાદો નહોતો, પરંતુ આ ફિલ્મને ઇન્ટરનૅશનલ સક્સેસ ખૂબ જ મળી હોવાથી એની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે. આ વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘અમે જ્યારે ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે સીક્વલનો કોઈ આઇડિયા નહોતો. ફિલ્મને થોડીઘણી સફળતા મળી ત્યારે અમે સીક્વલ વિશે વિચાર્યું હતું. અમે થોડાઘણા આઇડિયા ડિસ્કસ કર્યા, પરંતુ એ એટલા સારા નહોતા એટલે એને ત્યાં જ પડતા મૂક્યા હતા. જોકે ઇન્ટરનૅશનલ સક્સેસ મળતાં મારા કઝિન એમ. એમ. ક્રીમે અમને એક આઇડિયા આપ્યો હતો. તરત જ અમને થયું કે અમને તો આ જ જોઈતું હતું અને અમે એ આઇડિયાને એક્સપ્લોર કરવાનું શરૂ કરી દીધું છે. હમણાં મારા પિતા એના પર કામ કરી રહ્યા છે. જોકે એક વાર સ્ટોરી પૂરી થઈ ગયા બાદ અમે નક્કી કરીશું કે કેવી રીતે ફિલ્મ બનાવવી અને આગળ વધવું.’