`શ્રીદેવી એક ગ્રેટ આર્ટિસ્ટ હતાં`
શ્રીદેવી એક એવી ઍક્ટ્રેસ હતી જે મને જરૂર પડે એટલાં રિહર્સલ મારી સાથે કરતી હતી : જિતેન્દ્ર
જિતેન્દ્રનું કહેવું છે કે શ્રીદેવી એક એવી ઍક્ટ્રેસ હતી જે હું કહું એટલી વાર મારી સાથે રિહર્સલ કરતી હતી. શ્રીદેવીનું ૨૦૧૮માં દુબઈમાં મૃત્યુ થયું હતું. જિતેન્દ્ર હાલમાં જ તેના દીકરા તુષાર સાથે ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં હાજરી આપી હતી. આ શોમાં રાફા અને પ્રજ્યોતે ‘તાકી ઓ તાકી’ અને ‘ઓ લાલ દુપટ્ટેવાલી’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ જોઈને શ્રીદેવી વિશે વાત કરતાં જિતેન્દ્રએ કહ્યું હતું કે ‘શ્રીદેવી એક ગ્રેટ આર્ટિસ્ટ હતાં. મને યાદ છે કે હું જેટલી વાર કહેતો એટલી વાર શ્રીદેવી મારી સાથે દરેક સ્ટેપનું રિહર્સલ કરતાં હતાં. મને હંમેશાં છથી સાત રિહર્સલની જરૂર પડતી હતી. હું તેમને કહેતો કે હું કોરિયોગ્રાફર સાથે પ્રૅક્ટિસ કરી લઈશ, પરંતુ તેઓ એટલાં વિનમ્ર હતાં કે જ્યાં સુધી મારાં સ્ટેપ પર્ફેક્ટ ન થાય ત્યાં સુધી મારી સાથે રિહર્સલ કરતાં. તેઓ આટલી ઊંચાઈ સુધી લોકોને રિસ્પેક્ટ આપતાં હતાં.’
હું ૮૦ના દાયકાનો છું અને એથી મારા પિતાનો હું રિસ્પેક્ટ પહેલેથી કરતો આવ્યો છું. જોકે હું ઍક્ટર બન્યો ત્યાર બાદ મેં અને મારા પિતાએ ખૂબ જ ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું. તેઓ મને મારી ઍક્ટિંગ સુધારવા માટે મને ઍડ્વાઇઝ આપતા હતા. પિતા સાથે દોસ્તી કરી ફ્રેન્ડ બનવા માટે મને ઘણા દાયકાનો સમય લાગ્યો છે. - તુષાર કપૂર