શ્રીદેવીની યાદમાં ચેન્નઇમાં તીથિ પ્રમાણે પ્રાર્થના સભા યોજાઇ
બોની કપૂર અને દીકરી જ્હાનવી કપૂરે સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવીની યાદમાં તેની બીજી પુણ્યતીથિએ યોજાયેલી પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. તિથી પ્રમાણે યોજાયેલી આ પ્રાર્થના સભામાં ચેન્નઇમાં કુટુંબના નિકટના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી.
જ્હાનવીએ ગુલાબી અને સોનેરી રંગનો પારંપરિક દક્ષિણ ભારતીય પોશાક પહર્યો હતો અને હાથમાં પુજાની થાળી હતી. તેની આસપાસ સ્વજનો હતા તથા એ લોકો હતા જે આ પ્રાર્થના સભા માટે ખાસ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
દક્ષિણનો સુપર સ્ટાર અજીથ કુમાર જે બોની કપૂરનો ખાસ મિત્ર છે તે પણ આ પ્રાર્થના સભામાં હાજર રહ્યો હતો. આ પહેલાં અજીથ અને બૉની કપૂરે સાથે પિંક ફિલ્મની તમીલ રિ-મેઇક નેરકોન્ડા પારવી માટે કામ કર્યું હતું. ત્યાર બાદ ફિલ્મ AK60 માટે પણ તેઓ જોડાયા હતા.
આ પ્રાર્થના સભા પહેલા પારંપરિક વસ્ત્રોમાં સજ્જ જ્હાનવીની તસવીર એરપોર્ટ પર પણ ક્લિક થઇ હતી. 24મી ફેબ્રુઆરી 2018નાં રોજ દુબઇમાં શ્રીદેવીનું મૃત્યુ થયું હતું જ્યાં તે કૌટુંબિક સામાજિક પ્રસંગે હાજરી આપવા ગઇ હતી. તેણે ચાંદની, ચાલબાઝ, લમ્હે, સદમા જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રીદેવીએ હિન્દી ફિલ્મો ઉપરાંત તમીલ, તેલુગી, મલયાલમ અને કન્નડા ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેણે ઇંગ્લિશ વિંગ્લીશ અને મોમ જેવી મજબુત સ્ટોરી લાઇન વાળી ફિલ્મો સાથે ફિલ્મોમાં કમ બેક કર્યુ હતું. મોમ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

