આજે શ્રીદેવીની ડેથ એનિવર્સરી નિમિત્તે જાણો તેમના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા વિશે, જેમાંથી એક એટલે બોની કપૂર નહીં પણ શ્રીદેવીનાં લગ્ન સાઉથના આ સુપરસ્ટાર સાથે કરાવવાની હતી તેની માની ઈચ્છા...
શ્રીદેવી (ફાઈલ તસવીર)
શ્રીદેવી (Sridevi Death Anniversary) ખૂબ જ જાણીતી પૉપ્યુલર બૉલિવૂડ એક્ટ્રેસ હતી જેને કોઈ પણ પરિચયની જરૂર નથી. શ્રીદેવીનું પાંચ વર્ષ પહેલા એકાએક નિધન થયું હતું અને તેમના જવાનું દુઃખ હજી પણ એટલું જ તાજું છે. અનેક લોકોને ઊંડો આઘાત પણ લાગ્યો હતો. આજે પણ લોકો શ્રીદેવીને ખુશીથી યાદ કરે છે અને તેમના વિશે સારી વાતો યાદ કરે છે. આજે જાણો શ્રીદેવી સાથે જોડાયેલો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો, જેના વિશે કદાચ જ તમે જાણતા હશો. શ્રીદેવીના લગ્ન તો બોની કપૂર સાથે થયા હતા પણ એક્ટ્રેસની માનાં મનમાં કોઈક બીજું જ હતું, જેને તે પોતાના ઘરનો જમાઈ બનાવવા માગતાં હતાં. શ્રીદેવીની મા બોલી કપૂર સાથે નહીં પણ સાઉથના આ એક્ટર સાથે પોતાની દીકરીના લગ્ન કરાવવા માગતી હતી, જે તેના કૉ-સ્ટાર પણ રહી ચૂક્યા હતાં.
આ સાઉથ એક્ટર સાથે શ્રીદેવીના લગ્ન કરાવવા માગતી હતી તેમની મા
તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રીદેવીની મા ઈચ્છતી હતી કે તેની દીકરી, સુપરસ્ટાર એક્ટ્રેસ શ્રીદેવીના લગ્ન તેમના જ એક કૉ-સ્ટાર અને સાઉથના એક્ટર કમલ હાસન (Kamal Haasan) સાથે થઈ જાય. શ્રીદેવી અને કમલ હાસને અનેક ફિલ્મો એકસાથે કરી છે અને તેમની જોડીને લોકોએ ખૂબ જ પસંદ પણ કરી છે. એવામાં, શ્રીદેવીની માને લાગતું હતું કે તે બન્ને રિયલ લાઈફમાં પણ એક સાથે ખૂબ જ સારા લાગશે અને તેમણે લગ્ન કરવા જોઈએ.
ADVERTISEMENT
કમલ હાસને સંભળાવી આખી ઘટના
શ્રીદેવીના નિધન બાદ તેમની યાદમાં એક મેમોરિયલ સર્વિસ રાખવામાં આવી હતી જ્યાં કમલ હાસને તેમના વિશે વાત કરી હતી. તે સર્વિસમાં એક્ટરે જણાવ્યું હતું કે તે અને શ્રીદેવી ખૂબ જ સારા મિત્રો હતા અને આ જ કારણે જ્યારે પણ કમલ હાસન અને શ્રીદેવીની મા એક્ટ્રેસના લગ્નને લઈને ડિસ્કશન કરે, તો તેની મમ્મી કહેતી હતી કે કમલ હાસને જ શ્રીદેવી સાથે લગ્ન કરી લેવા જોઈએ. આ ઑફર રિજેક્ટ કરતા કમલ હાસને શ્રીદેવીની માને કહ્યું હતું કે જો ભૂલથી પણ એવું થઈ ગયું તો તે બન્ને એકબીજાને પાગલ કરી દેશે અને બીજા જ દિવસે તેમને શ્રીદેવીને ઘરે પાછી મોકલવી પડશે.
આ પણ વાંચો : શ્રીદેવીને યાદ કરતાં દીકરી જાહ્નવી કપૂર થઈ ભાવુક, પૉસ્ટમાં લખ્યું...
શ્રીદેવીના નિધનને હવે 5 વર્ષ થઈ ગયા છે. શ્રીદેવીની ડેથ એનિવર્સરી પહેલા બોની કપૂરે તેમને યાદ કરતા તેની અંતિમ તસવીર શૅર કરી છે. શ્રીદેવીની મમ્મીને જો કમલ હાસને હા પાડી દીધી હોત તો બોની કપૂર નહીં પણ સાઉથના આ સુપરસ્ટાર સાથે શ્રીદેવીના લગ્ન થયા હોત. પણ કમલ હાસને શ્રીદેવી સાથે લગ્ન કરવાની ના પાડી અને બોની કપૂર સાથે થયા તેમના લગ્ન.

