આજે શ્રીદેવીની બર્થ એનિવર્સરી પર તેમની દીકરી જાન્હ્વી કપૂરે (Janhvi Kapoor) પોસ્ટ શૅર કરી છે.
તસવીર સૌજન્ય ખુશી અને જાન્હ્વી કપૂરનું ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ
Sridevi Birth Anniversary: 13 ઑગસ્ટ 1963ના જન્મેલી શ્રીદેવી બૉલિવૂડની પહેલી સુપરસ્ટાર હતી. શ્રીદેવીએ નાની વયે નામના હાંસલ કરી હતી, જે કદાચ જ કોઈ કરી શકે. દુઃખ એ છે કે શ્રીદેવીની એક્ટિંગને વધુ માણી શકે, તે પહેલા તેમણે 24 ફેબ્રુઆરી 2018માં વિશ્વને અલવિદા કહી દીધું, આજે પણ એક્ટ્રેસ પ્રત્યે લોકોનો પ્રેમ નથી ઘટ્યો. આજે શ્રીદેવીની બર્થ એનિવર્સરી પર તેમની દીકરી જાન્હ્વી કપૂરે (Janhvi Kapoor) પોસ્ટ શૅર કરી છે.
જાન્હ્વી કપૂરને આવી માની યાદ
બધા જાણે છે કે શ્રીદેવી પોતાની દીકરી જાન્હ્વી કપૂર અને ખુશી કપૂરની ખૂબ જ નજીક હતી. શ્રીદેવી જ્યાં પણ જાય જાન્હ્વી અને ખુશી તેમની સાથે જોવા મળતી. જાન્હ્વી કપૂર અનેક ઇન્ટરવ્યૂઝમાં શ્રીદેવીનો ઉલ્લેખ કરતા ભાવુક થઈ જાય છે. તો હવે તેણે પોતાની મા માટે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શૅર કરી છે. એક્ટ્રેસે શ્રીદેવી સાથેની બાળપણની એક તસવીર શૅર કરી છે.
ADVERTISEMENT
View this post on Instagram
જાન્હ્વી દ્વારા શૅર કરવામાં આવેલી તસવીરમાં શ્રીદેવી પર્પલ સાડીમાં સ્માઇલ કરતી જોવા મળે છે. તેના ચહેરાની ખુશી જણાવે છે કે તે જાન્હ્વીને પોતાની નજીક જોઈને કેટલી ખુશ છે. તો જાન્હ્વી કપૂર ખૂબ જ ગોલૂ-મોલૂ દેખાય છે. જાન્હ્વીએ બાળપણની તસવીર શૅર કરતા લખ્યું, "હેપ્પી બર્થડે મમ્મા, હું તમને દરરોજ મિસ કરું છું. તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ."
ખુશીએ પણ શૅર કરી તસવીર
જાન્હ્વી કપૂર સિવાય ખુશી કપૂરે પણ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શૅર કરી છે. ઇન્સ્ટા સ્ટોરીમાં ખુશી, શ્રીદેવી સાથે દેખાય છે. તસવીરમાં શ્રીદેવી, ખુશીને ગાલ પર કિસ કરતી દેખાય છે.
ખુશી અને જાન્હ્વીની સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રીદેવીના ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે. શ્રીદેવી બૉલિવૂડની તે ફીમેલ સ્ટાર્સમાંની એક હતી જેમની ઓછ ક્યારેય ભરી શકાય તેમ નથી.