Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિજય દેવરાકોન્ડા સાથે એડ ફિલ્મ શૂટ કરી સાઉઠની આ સુંદર અભિનેત્રીએ

વિજય દેવરાકોન્ડા સાથે એડ ફિલ્મ શૂટ કરી સાઉઠની આ સુંદર અભિનેત્રીએ

Published : 17 April, 2023 07:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિજય દેવરકોન્ડા સાથે શૂટ કરવાનો તેનો આ પહેલો અનુભવ હતો

તસવીર સૌજન્ય: પીઆર

તસવીર સૌજન્ય: પીઆર


તમિલ અભિનેત્રી સાન્યા ઠાકુર (Sanya Thakur)એ તાજેતરમાં વિજય દેવરકોન્ડા (Vijay Deverakonda) સાથે એક પ્રખ્યાત બ્રાન્ડ માટે મિલ્ક શેકની એક રસપ્રદ જાહેરાત માટે શૂટ કરી છે. વિજય દેવરકોન્ડા સાથે શૂટ કરવાનો તેનો આ પહેલો અનુભવ હતો. સાથે કામ કર્યા બાદ અભિનેત્રીએ વિજય દેવરકોન્ડા વખાણ કર્યા હતા અને પોતાનો અનુભવ પણ શૅર કર્યો હતો.


સાન્યા ઠાકુરે કહ્યું કે, “વિજય દેવરકોન્ડા સ્ક્રીન પર કામ કરવા માટે ખૂબ નમ્ર અને સરસ વ્યક્તિ છે!” સાન્યા ઠાકુરે કહ્યું કે “તેના જેવા જેમ સાથે કામ કરવાની મને મળેલી તક અદ્ભુત છે. મેં તેની સાથે અડધો દિવસ શૂટિંગ કર્યું હતું. તેની સાથે કામ કરવું ખૂબ જ સરળ અને સરસ છે. તે ખરેખર સારો સહ-અભિનેતા છે અને સાથે કામ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે!”



તેણી આગળ ઉમેરે છે કે, “હું સાઉથ ઈન્ડસ્ટ્રીમાં નવી છું, પણ એ એડ હોય કે ફિલ્મ, અહીં કામ કરવું ખૂબ જ સારું છે કારણ કે લોકો ખરેખર સારા અને સહજ છે, તેઓ ખરેખર સ્વભાવથી નમ્ર પણ છે. વિજય જેવો મોટો સ્ટાર હોય કે પછી મારી આગામી ફિલ્મનો હીરો નિખિલ સિદ્ધાર્થ હોય, બંને ઘણો અનુભવ ધરાવે છે અને જમીન સાથે જોડાયેલા છે. મને અહીં કામ કરવું ગમે છે અને તેમની સાથે હંમેશા સારો સમય પસાર થાય છે.”


આ પણ વાંચો: હિટ ફિલ્મની શોધમાં રણવીર સિંહ, સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં મળશે જોવા

બીજી તરફ વિજય દેવરકોન્ડા સાન્યા ઠાકુર સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં કહે છે કે “સાન્યા ઠાકુર પ્રથમ નજરમાં દક્ષિણ ભારતીય છોકરી જેવી લાગે છે, જે મારી સાથે હાલ એડ કરી રહી છે!"


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2023 07:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK