સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર રામ ચરણે તેના ઘરે દિવાળીનું સેલિબ્રેશન રાખ્યું હતું.
રામ ચરણની દિવાલી પાર્ટી રહી ધમાકેદાર
સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર રામ ચરણે તેના ઘરે દિવાળીનું સેલિબ્રેશન રાખ્યું હતું. તેની સાથે ‘RRR’માં જોવા મળેલો જુનિયર એનટીઆર પણ આ પાર્ટીમાં જોડાયો હતો. સાથે જ વ્યંકટેશ અને મહેશ બાબુએ પણ આ પાર્ટી એન્જૉય કરી હતી. જુનિયર એનટીઆરની વાઇફ પ્રણતી અને મહેશ બાબુની વાઇફ નમ્રતા શિરોડકર પણ આ સેલિબ્રેશનમાં હાજર હતી. એના ફોટો નમ્રતાએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. એ ફોટોમાં રામ ચરણની વાઇફ ઉપાસના પણ હતી. એ બધા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નમ્રતા શિરોડકરે કૅપ્શન આપી હતી, ‘ગઈ કાલે રાતે દિવાળી પ્રેમાળ લોકો સાથે સેલિબ્રેટ કરી હતી. રામ ચરણ અને ઉપાસના બેસ્ટ હોસ્ટ હતાં. સૌને પ્રેમ અને ખુશીઓથી ભરેલી હૅપી દિવાલી.’