અનુરાગ બાસુની નેક્સ્ટ ફિલ્મમાં જોવા મળશે આ જોડી : આ ફિલ્મ માટે પહેલાં તૃપ્તિ ડિમરીને પસંદ કરવામાં આવી હતી, પરંતુ અચાનક કોઈ અકળ કારણસર તેને હટાવી દેવામાં આવી
કાર્તિક આર્યન અને સાઉથની ઍક્ટ્રેસ શ્રીલીલા
ફિલ્મમેકર અનુરાગ બાસુની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે સાઉથની ઍક્ટ્રેસ શ્રીલીલા રોમૅન્સ કરશે એવા રિપોર્ટ છે. આ ફિલ્મ માટે તૃપ્તિ ડિમરીને પહેલાં પસંદ કરવામાં આવી હતી, પરંતુ અચાનક કોઈ અકળ કારણસર તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી હતી. એ પછી ઘણા સમયથી ફિલ્મની નવી ઍક્ટ્રેસ વિશે અટકળો ચાલી રહી હતી. હવે એવું લાગે છે કે નિર્માતાઓએ શ્રીલીલાને ફાઇનલ કરી દીધી છે.
૨૩ વર્ષની ઍક્ટ્રેસ શ્રીલીલા સારી ડાન્સર પણ છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2 ઃ ધ રૂલ’માં કિસિક સૉન્ગમાં ડાન્સ કરીને તે રાતોરાત પૅન-ઇન્ડિયા સ્ટાર બની ગઈ છે. શ્રીલીલાનું આ સૉન્ગ ‘પુષ્પા : ધ રાઇઝ’માં સમન્થા રુથ પ્રભુના આઇટમ સૉન્ગ જેટલું લોકપ્રિય નથી થયું, પરંતુ એનાથી શ્રીલીલાને રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળી ગઈ છે.
ADVERTISEMENT
શ્રીલીલાએ બાળકલાકાર તરીકે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. શ્રીલીલા હવે બૉલીવુડમાં સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ સાથે મૅડૉક્સ ફિલ્મ્સ દ્વારા નિર્મિત પ્રોજેક્ટથી ડેબ્યુ કરવા તૈયાર છે.

