પઠાન’ પચીસ જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે
પૃથ્વીરાજ સુકુમારન
શાહરુખ ખાનની ‘પઠાન’ને લઈને દેશમાં જે વિરોધ ચાલી રહ્યો છે એને જોતાં મલયાલમ ફિલ્મોના ઍક્ટર-ડિરેક્ટર પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મનો સપોર્ટ કર્યો છે. તેનું માનવું છે કે કળાને આ પ્રકારે વિરોધનો સામનો કરવા પડી રહ્યો છે એ ખૂબ દુ:ખની વાત કહેવાય. ‘પઠાન’ પચીસ જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને ચાલી રહેલા વિરોધ વિશે પૃથ્વીરાજે કહ્યું કે ‘આ ખૂબ જ દુ:ખની બાબત કહેવાય કે કળા અને કલાકારોનો આ રીતે વિરોધ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ અમે એ વિશે ચર્ચા કરી રહ્યા હતા. હિન્દી સિનેમા આને કેવી રીતે જાહેર કરે છે? તેઓ કઈ રીતે વિશાળ ઓવરસીઝ માર્કેટમાં જઈ શકે છે? આ ખૂબ જૂની વાત છે. આ એક તબક્કો છે. એક મોટી હિટ આવવાની છે. કદાચ એ ‘પઠાન’ હશે.’