જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી ને આદિત્ય પંચોલીની મુશ્કેલી વધશે?
CBIના દિલ્હીસ્થિત વડા મથક ખાતેના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ‘સૂરજ પંચોલી અને આદિત્ય પંચોલી પર જિયા ખાનને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવે એવી શક્યતા છે.બ્રિટિશ-અમેરિકન જિયા ખાન અને સૂરજ પંચોલી વચ્ચે પ્રેમસંબંધ હતો.’
જિયા ખાનના મૃત્યુનો કેસ સર્વસામાન્ય આત્મહત્યાની ઘટનામાં ખપી જવાનો હતો, પરંતુ જિયાની મમ્મી રાબિયા અમીને જિયાના શરીર પર આપઘાતનાં સર્વસામાન્ય ચિહ્નો જણાતાં ન હોવાની દલીલ કરતાં ઘટના રેક્રીએટ કરી હતી અને સૂરજ તથા આદિત્ય પર શંકા દર્શાવી હતી.

