લોકોને જીવનદાન આપવા બ્લડ બૅન્ક ઍપની શરૂઆત કરશે સોનુ સૂદ
લોકોને જીવનદાન આપવા બ્લડ બૅન્ક ઍપની શરૂઆત કરશે સોનુ સૂદ
સોનુ સૂદે હવે બીમાર લોકોને રક્તની ઊણપને દૂર કરવા માટે બ્લડ બૅન્ક ઍપની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ ઍપના માધ્યમથી જેને પણ બ્લડની જરૂર હશે તેની પાસે તરત પહોંચી જવાશે. ડોનર બીમાર વ્યક્તિ સુધી સમયસર પહોંચીને તેને બચાવી શકશે. આ ઍપનું નામ ‘સોનુ ફૉર યુ’ છે. એ વિશે માહિતી આપતાં સોનુએ કહ્યું હતું કે ‘સોનુ ફૉર યુનો વિચાર મારો અને મારા ફ્રેન્ડ જૉન્સનનો છે. જ્યારે પણ કોઈને વહેલાસર લોહીની જરૂર હોય તો અમે એને સોશ્યલ મીડિયામાં શૅર કરીએ છીએ. અમને ઘણાબધાના રિસ્પૉન્સ મળે છે. એથી અમને વિચાર આવ્યો કે આપણે આ જ ઉદ્દેશ સાથે ઍપની શરૂઆત કરીએ તો કેવું રહેશે? બ્લડ બૅન્કમાં જઈને ચોક્કસ બ્લડ ગ્રુપની શોધ કરવામાં ખાસ કરીને તો દુર્લભ લોહી શોધવામાં ઘણો સમય લાગી જાય છે. દર વર્ષે ૧૨ હજાર દરદીઓ લોહીની અછતને કારણે જીવ ગુમાવે છે. આ ઍપના માધ્યમથી અમે લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે તમારી ૨૦ મિનિટ કોઈનો જીવ બચાવી શકે છે.’

