સોનુ સૂદે લૉકડાઉન દરમ્યાન લોકોને કરેલી મદદને કારણે સ્પાઇસ જેટના પ્લેન પર તેનો ફોટો પેઇન્ટ કરવામાં આવ્યો હતો
સોનુ સૂદ
સોનુ સૂદે હાલમાં જ પોતાનો ફોટો લાગેલા પ્લેનમાં સફર કર્યો હતો. સોનુ સૂદે લૉકડાઉન દરમ્યાન લોકોને કરેલી મદદને કારણે સ્પાઇસ જેટના પ્લેન પર તેનો ફોટો પેઇન્ટ કરવામાં આવ્યો હતો. લોકો તેને દેશનો ‘મસીહા’ કહે છે. તેને ઘણા સમયથી આ ઍર-ક્રાફ્ટમાં પ્રવાસ કરવાની ઇચ્છા હતી. આખરે તેની આ ઇચ્છા પૂરી થઈ છે. તે જ્યારે ટ્રાવેલ કરવા માટે ગયો ત્યારે લોકોએ અને ક્રૂ મેમ્બર્સે તેની સાથે ફોટો ક્લિક કર્યા હતા. એની વિડિયો ક્લિપ તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં તે ભવિષ્યમાં પણ લોકોની સતત મદદ કરતો રહેશે એવી વાત કહી છે.