સોનુએ તાજેતરમાં ‘ફતેહ’ની જાહેરાતથી ઢંકાયેલી અને છવાયેલી મુંબઈ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી અને પછી ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે
મેટ્રો ટ્રેનમાં સોનુ સૂદ
અભિનેતા સોનુ સૂદની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફતેહ’નો બિઝનેસ ભલે ધાર્યા પ્રમાણેનો નથી, પણ ફિલ્મ વખણાઈ છે. ફિલ્મને લઈને ઉત્સાહિત સોનુએ તાજેતરમાં ‘ફતેહ’ની જાહેરાતથી ઢંકાયેલી અને છવાયેલી મુંબઈ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી અને પછી ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે.
આ વિડિયોમાં જોઈ શકાય છે કે સોનુ મેટ્રો સ્ટેશન પર ઊભો છે અને દરેક ડબ્બા પર ‘ફતેહ’ની જાહેરાત દર્શાવતી ટ્રેન સ્ટેશન પર આવે છે. ત્યાર બાદ સોનુ ડબ્બામાં દાખલ થાય છે. અંદર પણ બધે ‘ફતેહ’ની જાહેરાત છે, હૅન્ડલ પર પણ ‘ફતેહ’નું પ્રમોશન જોવા મળે છે. વિડિયોમાં ચાહકો તેની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. સોનુએ મેટ્રો વનમાં પ્રવાસ કર્યો હતો. એની શરૂઆત ૨૦૧૪માં થઈ હતી. એ વેસ્ટર્ન મુંબઈને ઈસ્ટ મુંબઈ સાથે જોડે છે અને ઘાટકોપર અને વર્સોવા વચ્ચે ચાલે છે.

