સોનાક્ષીએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યાં છે
સોનાક્ષી સિંહા, સોનુ સૂદ
સોનુ સૂદે તેની ફિલ્મ ‘દબંગ’ દ્વારા કરીઅરની શરૂઆત કરનાર સોનાક્ષી સિંહાને લગ્નજીવનની શુભેચ્છા પાઠવી છે. સોનાક્ષીએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યાં છે. આ વિશે પૂછતાં સોનુ સૂદ કહે છે, ‘સોનાક્ષીએ લગ્ન કરી લીધાં એ ખૂબ જ સારી વાત છે. હું તેને શુભેચ્છા પાઠવું છું. તેણે અમારી ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યો હતો અને તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. હું તેને લાઇફ માટે શુભેચ્છા પાઠવું છું.’
સોનુ હવે ઍક્ટિંગની સાથે ડિરેક્ટર તરીકે ‘ફતેહ’ દ્વારા ડેબ્યુ કરી રહ્યો છે જેમાં જૅકલિન ફર્નાન્ડિસ પણ છે. આ વિશે સોનુ સૂદ કહે છે, ‘અમે આ ફિલ્મનું એડિટિંગ કરી રહ્યા છીએ. હું એ વાતની ખાતરી આપું છું કે આ ફિલ્મ દરેક માટે ખૂબ જ સ્પેશ્યલ રહેશે.’