ગ્લોબલ એશિયન સેલિબ્રિટી લિસ્ટમાં સોનુ સૂદ ટૉપ પર, આ સેલેબ્સ રહ્યાં પાછળ
સોનુ સૂદ
બોલીવુડ અભિનેતા (Bollywood Actor) સોનુ સૂદ (Sonu Sood) લૉકડાઉન (Loackdown)માં મજૂરો અને ગરીબોને મસીહા બનીને સામે આવ્યો. સોનુ સૂદે (Sonu Sood) અસહાય લોકોની મદદ કરી. આ સત્કર્મ માટે તેના ખૂબ જ વખાણ થયા અને તેને રીલ હીરોને બદલે લોકો રિયલ હીરો માનવા લાગ્યા. હવે અભિનેતાને નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઇ ગઈ છે. તેને વિશ્વમાં 50 એશિયન હસ્તીઓના લિસ્ટમાં મોખરે સ્થાન મળ્યું છે. આ લિસ્ટ બ્રિટેનના સાપ્તાહિક અખબાર 'ઇસ્ટર્ન આઇ'દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
આ સન્મના મેળવ્યા પછી અભિનેતા સોનુ સૂદ ખૂબ જ ખુશ છે. તેણે કહ્યું, "મારા કામના વખાણ કરવા માટે આભાર ઇસ્ટર્ન આઇ. જેવી મહામાપી આવી, મને અહેસાસ થયો કે આપણાં દેશવાસીઓની મદદ કરવી મારું કર્તવ્ય છે. આ એ એવી વાત જે મારી અંદરથી આવી. આખરે, આ એક વસ્તુ હતી જેની માટે હું મુંબઇ આવ્યો હતો, આ એક ભારતીય તરીકે મારી જવાબદારી હતી જે મેં નિભાવી અને હું મારા અંતિમ શ્વાસ સુધી નહીં અટકું."
ADVERTISEMENT
જણાવવાનું કે આ લિસ્ટના માધ્યમે તે કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમણે પોતાના કામથી સમાજમાં સકારાત્મક છાપ ઊભી કરી છે અને લોકોને પ્રેરિત કર્યા છે. તો આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા, પ્રભાસ, આયુષ્માન ખુરાના જેવા સ્ટાર્સના પણ નામ સામેલ છે.
અહીં જુઓ આખું લિસ્ટ
અરમાન મલિકને પાંચમું સ્થાન મળ્યું છે.
પ્રિયંકા ચોપરા છઠ્ઠા સ્થાને
તેલુગૂ સુપરસ્ટાર પ્રભાસ સાતમા નંબર પર છે.
આયુષ્માન ખુરાનાને અગિયારમો નંબર મળ્યો છે.
તો દિલજીત દોસાંઝ ચૌદમા સ્થાને છે.
શેહનાઝ ગિલનો 16મો નંબર છે.
તો અમિતાભ બચ્ચન વીસમા નંબરે છે.
પંકજ ત્રિપાઠી 23મા નંબરે તો અસીમ રિયાઝ 25મા સ્થાને આમ ધ્વની ભાનુશાલી 42મા નંબરે પહોંચી છે.
આ પણ વાંચો : Sonu Sood: એબ્ઝ, એક્ટિંગ, ગુડ લૂક્સ જ નહીં પણ 'હાર્ટ ઑફ ગોલ્ડ'ની લાઇફ પર એક નજર
તાજેતરમાં જ અભિનેતા સોનુ સૂદે પોતાના મદદ કાર્યો દરમિયાન મુંબઇ સ્થિત જુહૂ વિસ્તારમાં આવેલી પોતાની બે દુકાન અને 6 ફ્લેટ્સ ગિરવે મૂકવાનો નિર્ણય લીધો છે. સોનુ સૂદ આમ કરીને 10 કરોડ રૂપિયા જરૂરિયાતમંદો માટે એકઠા કરવા માગે છે. તો, ફિલ્મોની વાત કરીએ હવે તે ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણમાં અક્ષય કુમાર સાથે સ્ક્રીન શૅર કરતો જોવા મળશે. ઑક્ટોબરમાં જ તેણે ફિલ્મનું શૂટ શરૂ કર્યું હતું, ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે.

