ડિરેક્ટર તરીકેની સોનુની આ પહેલી ફિલ્મ ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થશે
સોનુ સૂદ
સોનુ સૂદ ગઈ કાલે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં આશીર્વાદ માગવા ગયો હતો. સોનુની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘ફતેહ’ આવતા મહિને, ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે એના માટે તે બાબા મહાકાલના શરણે ગયો હતો. સોનુએ સોશ્યલ મીડિયા પર ગઈ કાલના ફોટો શૅર કર્યા હતા અને લખ્યું હતું : ‘ફતેહ’ની સફર મહાકાલથી જ શરૂ થઈ હતી અને હવે ૨૦૨૫ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થતી ‘ફતેહ’નું પ્રમોશન શરૂ કરી રહ્યો છું એટલે ફરી હું તેમની સમક્ષ ઊભો છું.
ADVERTISEMENT
સોનુની આ ઍક્શન-સભર અને વિચારપ્રેરક ફિલ્મમાં સાઇબર ક્રાઇમની થીમ છે. ‘ફતેહ’માં સોનુની સાથે જૅકલિન ફર્નાન્ડિસ, નસીરુદ્દીન શાહ અને વિજય રાઝ છે.