આજે પહેલા દિવસે ભારતભરમાં ટિકિટનો દર માત્ર ૯૯ રૂપિયા
સોનુ સૂદ
સોનુ સૂદે ડિરેક્ટ કરેલી સૌપ્રથમ ફિલ્મ ‘ફતેહ’ આજે રિલીઝ થઈ છે. સોનુએ પહેલા દિવસે આ ફિલ્મ દેશભરમાં માત્ર ૯૯ રૂપિયામાં દેખાડવાનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં, તેણે જાહેર કર્યું છે કે આ ફિલ્મથી થનારો પ્રૉફિટ ચૅરિટી માટે વપરાશે.
સોનુ સૂદ આ ફિલ્મમાં ફતેહ નામનું પાત્ર ભજવતો દેખાશે. તેની સાથે ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડિસ, નસીરુદ્દીન શાહ અને વિજય રાઝ જેવાં કલાકારો છે.
ADVERTISEMENT
આ ફિલ્મ સાઇબર ક્રાઇમ વિરુદ્ધની લડત દેખાડે છે. ફિલ્મની વાર્તા એવી છે કે વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતો ભૂતપૂર્વ સ્પેશ્યલ ઑપરેશન્સ ઑફિસર ફતેહ પંજાબમાં નિરાંતનું જીવન વિતાવી રહ્યો છે. જોકે તેના ગામની એક છોકરી સાઇબર ક્રાઇમની એક ખતરનાક સિન્ડિકેટની ચુંગાલમાં ફસાઈ જાય છે એને પગલે ફતેહ પાછો મેદાનમાં આવે છે. તે ખુશી (જૅકલિન ફર્નાન્ડિસ) નામની એથિકલ હૅકર સાથે હાથ મિલાવીને કઈ રીતે છળકપટની રાષ્ટ્રવ્યાપી જાળનો પર્દાફાશ કરવા અને ન્યાય મેળવવા લડે છે એની વાત આ ફિલ્મમાં છે.