નિવાન અત્યારે દુબઈમાં રહે છે અને તે પપ્પાની જેમ સિન્ગિંગમાં નિષ્ણાત છે, પણ સાથોસાથ ટૉપ ગેમર પણ છે
ડાબે પહેલા, જમણે હમણાં સોનુ નિગમનો દીકરો નિવાન
સોનુ નિગમનો દીકરો નિવાન હાલમાં ચર્ચામાં છે. નિવાન હવે ૧૭ વર્ષનો થઈ ગયો છે. નિવાન નિગમે ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરીને પહેલી પોસ્ટથી જ ધમાલ મચાવી છે. તેણે પોતાના ટ્રાન્સફૉર્મેશનના ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે આ ટ્રાન્સફૉર્મેશનમાં મારી બે વર્ષની મહેનત છે.
આ ફોટો જોઈને બૉલીવુડનો ફિટ ઍક્ટર ટાઇગર શ્રોફ પણ તેનો પ્રશંસક બની ગયો છે. નિવાનની પોસ્ટ પર તેની મમ્મી મધુરિમા નિગમે કમેન્ટ કરી, ‘મારા એન્જલ, તેં ખૂબ મહેનત કરી છે અને તારો અભિગમ પ્રશંસાને લાયક છે. આ માટે દૃઢ સંકલ્પ અને સમર્પણની જરૂર હોય છે. મને તારા પર ગર્વ છે મારા બચ્ચા.’
ADVERTISEMENT
નિવાનના પપ્પા સોનુ નિગમે દીકરાના પાંચ ફોટો પોસ્ટ કર્યા છે. પહેલા બે ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે તેનો ચહેરો કેટલો બદલાઈ ગયો છે. સોનુએ કૅપ્શનમાં લખ્યું છે, ‘ભગવાન તને હંમેશાં પોતાની શરણમાં રાખે બેટા. આજે હું તને માત્ર આશીર્વાદ આપી શકું છું. તારી પહેલી પોસ્ટ બદલ અભિનંદન.’
નિવાન અત્યારે દુબઈમાં રહે છે. તે પપ્પાની જેમ સિન્ગિંગમાં નિષ્ણાત છે અને ટૉપ ગેમર પણ છે. થોડા સમય પહેલાં સોનુ નિગમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સાચું કહું તો હું નિવાનને સિંગર નથી બનાવવા માગતો. હવે તે ભારતમાં રહેવાનો નથી, દુબઈમાં રહેવાનો છે. હું તેને પહેલેથી જ ભારત બહાર લઈ ગયો છું. તે મૂળ તો સિંગર છે પરંતુ તેને જીવનમાં અન્ય બાબતોમાં પણ રસ છે. હવે તે UAEના ટૉપમોસ્ટ ગેમર્સમાંનો એક છે.’

