Mate Lakshmi Mate: આ ભજનના સર્જકો એવાં મીનલ નિગમ, લલિતા ગોયનકા અને સંજીવ કોહલી દ્વારા આ ભજનની પ્રક્રિયા વિશે પણ વાત કરવામાં આવી.
લૉન્ચિંગ કાર્યક્રમ
સોનૂ નિગમની બહેન મીનલ નિગમે લલિતા ગોયનકા અને સંજીવ કોહલી સાથે મળીને પોતાનું પહેલું ભજન આલ્બમ ‘માતે લક્ષ્મી માતે’ (Mate Lakshmi Mate) લોન્ચ કર્યું છે.
મહાનુભાવોની હાજરીમાં ભજન આલ્બમ લૉન્ચ, જાણો કોણે શું કહ્યું આ પ્રસંગે?
ADVERTISEMENT
ધ ક્લબના સિન્ફની હૉલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મા લક્ષ્મીને સમર્પિત અને ભક્તિમય સંગીતણો માહોલ સર્જતું પાવનભજન ‘માતે લક્ષ્મી માતે’ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ અનુપ જલોટા, સોનૂ નિગમ, સંજય ટંડન, સ્મિતા ઠાકરે વગેરેની ઉપસ્થિતિ રહી હતી.
આ ભજન (Mate Lakshmi Mate)ની વાત કરવામાં આવે તેમાં સોનૂ નિગમની બહેન મીનલ નિગમે પોતાનો મીઠો સ્વર આપ્યો છે. લલિતા ગોયનકાના શબ્દોએ ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે, એમ કહેવામાં કોઈ અતિશકયોક્તિ નથી. સંજીવ કોહલીની સુંદર સંગીત રચના આકર્ષિત છે. કાર્યક્રમમાં હાજર સૌએ તાળીઓથી આ ભજનને વધાવ્યું હતું.
પદ્મશ્રી અનુપ જલોટાએ આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે સંગીત આપણને દિવ્યતા જોડી રાખે છે. ભજન `માતે લક્ષ્મી માતે` (Mate Lakshmi Mate) તેમાં પૂરું ઉતરે છે. ત્યાં જ સોનૂ નિગમે અત્યારના સમયમાં ભક્તિપૂર્ણ સંગીતના મહત્વ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, "સંગીતના માધ્યમથી આપણી પરંપરાઓને જીવંત રાખવી જરૂરી છે, અને આ ભજન દેવી લક્ષ્મી પ્રત્યેની ભક્તિને જીવંત કરે છે. સ્મિતા ઠાકરેએ આ ભજન માટે કરવામાં આવેલી મહેનતને બિરદાવતા કહે છે કે આ ભજન આજની ભાગદોડભરી જિંદગીમાં શાંતિનો અહેસાસ કરાવે છે.
આઈએસએમઆરએના સ્થાપક, ડિરેક્ટર અને સીઈઓ સંજય ટંડને આ ભજનના લોન્ચિંગ વખતે કહ્યું હતું કે, "`માતે લક્ષ્મી માતે` જેવું સંગીત સીમાઓને પણ ઓળંગી જાય તેવું છે. આ ભજન ભક્તિની શક્તિની સુંદર યાદ અપાવે છે અને આ આધ્યાત્મિક પ્રયાસ સાથે જોડાઈને હું ગર્વ અનુભવું છું."
કાર્યક્રમની શરૂઆત જ સંગીત સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ ભજનનું ઔપચારિક અનાવરણ કરવામાં આવ્યું. આ ભજનના સર્જકો એવાં મીનલ નિગમ, લલિતા ગોયનકા અને સંજીવ કોહલી દ્વારા આ ભજન કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું તે વિષેની પ્રેરણા અને તેમની સર્જનાત્મક પ્રક્રિયા પર પકાશ પાડ્યો હતો.
Mate Lakshmi Mate: આ કાર્યક્રમમાં મીનલ નિગમે આભારવિધિ કરતાં તેઓએ કહ્યું હતું કે, "દેવી લક્ષ્મીની મહિમાનું ગાન કરતું આ ભજન મને ગાવા મળ્યું તે મારુ સૌભાગ્ય છે. આ મારા માટે સન્માન છે. મને આશા છે કે આ ભજન થકી દરેક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરશે.” તમને જણાવી દઈએ કે ભજન ‘માતે લક્ષ્મી માતે’ જે શ્રોતાઓને મા લક્ષ્મી સતીહએ ભક્તિમયુ રીતે જોડી રાખે છે. આ ભજનના ભાવસભર શબ્દો અને ઉર્જાવંત ધૂન આધ્યાત્મિક તેમ જ ભક્તિકારક વાતાવરણ જીવંત કરે છે.