અયોધ્યાની મુલાકાત બાદ યોગી આદિત્યનાથને મળ્યો સોનુ નિગમ
તસવીર: પી.ટી.આઈ.
સોનુ નિગમે ગઈ કાલે ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથની મુલાકાત લીધી હતી. સોનુ નિગમ અયોધ્યાની મુલાકાતે ગયો હતો. ત્યાર બાદ તે લખનઉમાં યોગી આદિત્યનાથને મળ્યો હતો. નરેન્દ્ર મોદી દ્વારા લૉન્ચ કરવામાં આવેલા કૉઇન અને કુંભ મેળા પર લખવામાં આવેલું એક પુસ્તક યોગી આદિત્યનાથે સોનુ નિગમને ગિફ્ટ કર્યું હતું. આ વિશે સોનુ નિગમે કહ્યું હતું કે ‘યોગી આદિત્યનાથ એક અદ્ભુત લીડર છે અને તેઓ ખૂબ જ વિઝનરી છે. હું લખનઉમાં હતો અને મને અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લેવાનો ચાન્સ મળ્યો હતો. હું કાશી વિશ્વનાથનાં દર્શને પણ જઈશ. મેં ચીફ મિનિસ્ટરને કહ્યું હતું કે તેમના વિચારો દેશ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં અમે કેવી રીતે અમારું યોગદાન આપી શકીએ એ જણાવો.’

