સિગ્નેચર આઇલૅન્ડમાં આવેલા ત્રીજા ફ્લોરના અપાર્ટમેન્ટને સોનમે ૨૦૧૫માં ૩૧.૪૮ કરોડમાં ખરીદ્યો હતો
સોનમ કપૂર
સોનમ કપૂર આહુજાએ તેનો બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલો અપાર્ટમેન્ટ ૩૨.૫ કરોડમાં વેચ્યો હોવાની ચર્ચા છે. સિગ્નેચર આઇલૅન્ડમાં આવેલા ત્રીજા ફ્લોરના અપાર્ટમેન્ટને સોનમે ૨૦૧૫માં ૩૧.૪૮ કરોડમાં ખરીદ્યો હતો. હવે લગભગ ૧ કરોડના પ્રૉફિટ સાથે તેનો આ અપાર્ટમેન્ટ એસએમએફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીએ ખરીદ્યો છે. આ આલીશાન મકાન ૫૫૩૩ સ્ક્વેર ફીટનું છે. એની સાથે ચાર કાર-પાર્કિંગની સુવિધા છે. આ ડીલ માટે ૧.૯૫ કરોડ ટ્રાન્ઝૅક્શન તરીકે ચૂકવવામાં આવ્યા હોવાની ચર્ચા છે. સોનમ હાલમાં તેના હસબન્ડ આનંદ એસ. આહુજા અને દીકરા વાયુ સાથે લંડનમાં છે.