નિર્ણયો લેવા મને મારી ફૅમિલીએ હંમેશાંથી આઝાદી આપી છે : સોનમ કપૂર
સોનમ કપૂર આહુજા
વિદ્યા બાલનના એક રેડિયો શોમાં સોનમ કપૂર આહુજાએ જણાવ્યું હતું કે તેણે જીવનમાં નિર્ણયો પોતે જ લીધા છે. તેનું માનવું છે કે દરેક વ્યક્તિએ ફાઇનૅન્શ્યલી આઝાદ થવું જોઈએ અને પેરન્ટ્સે પણ પોતાનાં બાળકોને ચોક્કસ પ્રકારનાં રિસ્પેક્ટ અને સ્વતંત્રતા આપવી જોઈએ. પોતાને નિર્ણયો લેવાની મળેલી આઝાદી વિશે સોનમે કહ્યું હતું કે ‘હું જ્યારે ૧૮ વર્ષની હતી ત્યારે હું ફાઇનૅન્શ્યલી આઝાદ બની ગઈ હતી. જોકે અન્ય ઇન્ડિયન બાળકોની જેમ હું મારા પેરન્ટ્સ સાથે જ રહેતી હતી. મને હંમેશાં મારા નિર્ણય પોતે લેવાની આઝાદી પણ આપવામાં આવી હતી. મારા ડૅડી હંમેશાં કહેતા હતા કે જીવનમાં તું જે પણ નિર્ણયો લે અને એ ખોટા ઠરે તો એના માટે કોઈને દોષ આપવો નહીં. તેમણે કહ્યું હતું કે મેં તારો ઉછેર એ રીતે કર્યો છે કે તું હંમેશાં ખરા નિર્ણયો જ લઈશ. મને લાગે છે કે એ પ્રકારનાં રિસ્પેક્ટ અને આઝાદી દરેક પેરન્ટે પોતાનાં બાળકોને આપવાં જોઈએ.’
મારી આવકમાંથી ઍર-કન્ડિશનર ખરીદવું એ કોહિનૂર હીરા સમાન હતું : સોનમ
ADVERTISEMENT
સોનમ કપૂર આહુજા માટે મહેનતની કમાણીથી ખરીદેલું ઍર-કન્ડિશનર કોઈ કોહિનૂરના હીરાથી ઓછું નહોતું. આ વિશે વિસ્તારમાં જણાવતાં સોનમે કહ્યું હતું કે ‘મેં ૧૯ વર્ષની ઉંમરમાં ઍડ-ફિલ્મ્સમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ મને રેગ્યુલર કામ મળવા લાગ્યું અને મારી આવક પણ સારી હતી. મેં જ્યારે પહેલી વાર મારી મહેનતની કમાણીથી ઍર-કન્ડિશનર ખરીદ્યું હતું એ ફીલિંગ ખૂબ જ સ્પેશ્યલ હતી.
આ પણ વાંચો : પાગલપંતીનું શૂટિંગ લંડનમાં કરવું એક રોલર કોસ્ટર રાઇડ છે : અનીસ બઝ્મી
મને લાગતું હતું કે આ ઍર-કન્ડિશનર નહીં, પરંતુ કોહિનૂર હીરો છે જે હું લઈ આવી છું. એ લાગણીને હું શબ્દોમાં ઢાળી નથી શકતી. કોઈ ફાઇનૅન્શ્યલી આઝાદ બની જાય છે અને કમાણી કરવા માંડે છે અને ઠાઠ દેખાડે એ લાગણી ખરેખર અદ્ભુત હોય છે.’