આ સુપરહિટ એથ્નિકવેઅરમાં તેનો લેહંગો અને દુપટ્ટો ખાદીના છે
સોનમ કપૂર
બૉલીવુડની નંબર વન ફૅશનિસ્ટાનો જોરદાર દિવાલી લુક
સોનમ કપૂરને બૉલીવુડની નંબર વન ફૅશનિસ્ટા અમથી નથી કહેવાતી. સોનમે ઍક્ટિંગમાં કે સોનમની ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ભલે ખાસ કોઈ ધૂમ ન મચાવી હોય, પણ ફૅશન-સેન્સમાં સોનમને કોઈ ન પહોંચે. આ વાતનો સોનમે ફરી પરચો આપી દીધો છે.
ADVERTISEMENT
શનિવારે રાત્રે સોનમે વિખ્યાત ફૅશન-ડિઝાઇનર જોડી અબુ જાની-સંદીપ ખોસલાની દિવાલી પાર્ટીમાં હાજરી આપી હતી અને આ પાર્ટીના તેના લુકે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ પાર્ટીમાં સોનમે ખાદીનો વાઇબ્રન્ટ ઑરેન્જ કલરનો લેહંગો અને ગોલ્ડન બૉર્ડરવાળો ખાદીનો દુપટ્ટો પહેર્યો હતો, પણ તેણે જે ટૉપ પહેર્યું હતું એ ગેમ-ચેન્જર હતું. સોનમે જે ટૉપ પહેર્યું હતું એ કર્ણાટકની લાલ માટી અને મુલતાની માટીમાંથી બનાવવામાં આવ્યું છે. આ પ્રકારના ટૉપને ‘બોડી ઑર્નામેન્ટ’ કહેવાય છે. સોનમે આ ટૉપ પહેરીને એથ્નિકવેઅરના એક નવા જ પ્રકારનો પ્રચાર-પ્રસાર કર્યો છે. તે કહે છે, ‘આ આઉટફિટ ભૂમિ એટલે કે આપણે જ્યાંથી આવ્યા છીએ એ ધરતી સાથેના આપણા જોડાણને સેલિબ્રેટ કરે છે.’ સોનમનો આ દિવાલી ડ્રેસ, ડ્રેસ સાથે તેણે પહેરેલી આકર્ષક જ્વેલરી ખરેખર એક અલગ જ લુક રજૂ કરે છે.