આજે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ કપૂર પરિવારમાં આ બાળકનો એક મહિનાનો થતા તેનો વન મન્થ બર્થડે સેલિબ્રેટ (One Month Birthday Celebration) થયો છે આની સાથે જ અભિનેત્રીએ દીકરાના નામની પણ જાહેરાત કરી છે.
તસવીર સૌજન્ય સોનમ કપૂર (ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
સોનમ કપૂર (Sonam Kapoor) અને આનંદ આહૂજાએ (Anand Ahuja) 20 ઑગસ્ટના રોજ માતા-પિતા બન્યા (Parents) હતા. એક્ટ્રેસ સોનમ કપૂરે દીકરાને જન્મ (Sonam Kapoor gave Birth to baby Boy) આપ્યો હતો. આજે એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ કપૂર પરિવારમાં આ બાળકનો એક મહિનાનો થતા તેનો વન મન્થ બર્થડે સેલિબ્રેટ (One Month Birthday Celebration) થયો છે આની સાથે જ અભિનેત્રીએ દીકરાના નામની પણ જાહેરાત કરી છે. તો જાણો શું છે સોનમ કપૂરના દીકરાનું નામ... (Name of Sonam Kapoor`s Son)
સોનમ અને આનંદ અહૂજાએ (Sonam Kapoor and Anand Ahuja) એક તસવીર સાથે પોસ્ટ (Photo with Post) શૅર કરી છે. આ તસવીરમાં સોનમ કપૂર અને આનંદ આહૂજા બન્ને પીળા કલરના ડ્રેસમાં ટ્વિનિંગ કરતા જોવા મળે છે. આ તસવીરમાં આનંદ આહૂજાએ દીકરા વાયુ કપૂર આહૂજાને (Vayu Kapoor Ahuja) પોતાના હાથમાં તેડ્યો છે. દીકરો પણ પીળા બાળોતિયામાં જોવા મળે છે. વાયુ કપૂર પિતા આનંદ આહૂજાના હાથમાં છે અને તેઓ પત્ની સોનમ કપૂરના કાનમાં કંઈક કહી રહ્યા છે. તસવીરમાં સોનમ અને આનંદ બન્ને ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળે છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ તસવીરની સાથે જ સોનમ કપૂરે દીકરાનું વાયુ કેમ રાખ્યું છે તેની પાછળનો ગૂઢાર્થ અને શાસ્ત્રાર્થ પણ પોસ્ટમાં શૅર કર્યો છે. આની સાથે તેમના ઘરે વાયુ કપૂર આહૂજા એક મહિનાનો થયો હોવાથી તેમણે કેક પણ કાપી હતી જેની તસવીર સોનમ કપૂરે પોતાની સ્ટોરીમાં શૅર કરી છે.
એક મહિનાનો થયો સોનમ કપૂરનો દીકરો
દીકરો એક મહિનાનો થવા પર સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેકની એક તસવીર શૅર કરી છે. આ શાનદાર કેક પર એક બાળકની તસવીર બનેલી છે જેના પર 1 લખ્યું છે. સાથે જ લખેલું છે કે, `30 ડેઝ ઑફ લવ હેપ્પી વન મંથ`. જણાવવાનું કે સોનમ હાલ મુંબઈમાં પિતા અનિલ કપૂરના ઘરે રહે છે.
આ પણ વાંચો : બાળકને દુનિયામાં લાવવાને સ્વાર્થી નિર્ણય જણાવે છે સોનમ કપૂર આહુજા
પ્રેગ્નેન્સીમાં નડી હતી આ મુશ્કેલીઓ
એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની માટે પ્રેગ્નેન્સીનો શરૂઆતનો સમય ખૂબ જ મુશ્કેલીભર્યો હતો. મેટરનલ એજથી વધારે ઊંમરની હોવાને કારણે તેને પેટ અને જાંઘમાં પ્રોજેસ્ટેરોનના શૉટ્સ લગાડવામાં આવી રહ્યા હતા, જેને કારણે તેને ઘણી ઊલ્ટીઓ થઈ. નોંધનીય છે કે સોનમ 37ની ઉંમરમાં માતા બની છે.