સોનમ કપૂર આહુજા ન્યુ યૉર્કમાં આયોજિત ટૉમી હિલફિગરના ફેશન વીકમાં હાજર રહી હતી.
સોનમ કપૂર આહુજા
સોનમ કપૂર આહુજા ન્યુ યૉર્કમાં આયોજિત ટૉમી હિલફિગરના ફેશન વીકમાં હાજર રહી હતી. સોનમે લાઇટ બ્લુ શર્ટ પર બ્લુ પૅન્ટ સૂટ પહેર્યો હતો. એમાં તેનો લુક બૉસ જેવી ફીલિંગ આપી રહ્યો હતો. એ શોના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. આ શોમાં તેની સાથે અનેક ફેમસ સેલિબ્રિટીઝ જેવી કે ઝેન્ડાયા, કાઇલી જેનર, બ્લૅક પિન્ક અને બીટીએસ હાજર હતાં જેમનો લક્ઝરી બ્રૅન્ડમાં સૌથી વધુ પ્રભાવ છે. ઇવેન્ટના કેટલાક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનમે કૅપ્શન આપી હતી, ‘એક ફેમસ લોકેશન પર મારા ફેવરિટ ટૉમી હિલફિગરના શોમાં અદ્ભુત અનુભવ રહ્યો અને શો પણ શાનદાર રહ્યો. મને ખૂબ મજા આવી. મને આ શોમાં બોલાવવા માટે ખૂબ આભાર. અહીં ફરીથી આવવા માટે આતુર છું.’