બન્ને જણ હાથમાં હાથ નાખીને સ્ટેડિયમમાં પહોંચ્યાં હતાં
સોનમ કપૂર આહુજા અને તેનો હસબન્ડ આનંદ એસ. આહુજા
સોનમ કપૂર આહુજા અને તેનો હસબન્ડ આનંદ એસ. આહુજા લંડનના ઑલ ઇન્ડિયા ઇંગ્લૅન્ડમાં વિમ્બલ્ડન ૨૦૨૪ની ટેનિસ ટુર્નામેન્ટ જોવા ગયાં હતાં. બન્ને જણ હાથમાં હાથ નાખીને સ્ટેડિયમમાં પહોંચ્યાં હતાં. આ ફાઇનલ જોવાની ઉત્સુકતા સોનમના ચહેરા પર દેખાય છે. સોનમે જે સ્ટ્રિપ્ડ સ્કર્ટ અને મૅચિંગ ટૉપ પહેર્યું હતું એની કિંમત લગભગ ૩.૧૮ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

