આ ફિલ્મને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં સોનાક્ષીએ કહ્યું કે ‘એશલોન પ્રોડક્શન્સ સાથે મારી આ પહેલી ફિલ્મ છે. હું હંમેશાં નવા અને એક્સાઇટિંગ રોલ્સ કરવા માટે આતુર હોઉં છું
કરણ રાવલ, સોનાક્ષી સિંહ , વિશાલ રાણા.
સોનાક્ષી સિંહા રોમૅન્ટિક-થ્રિલરમાં દેખાવાની છે. એનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ફિલ્મને વિશાલ રાણા પ્રોડ્યુસ કરશે અને કરણ રાવલ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં હાથ અજમાવશે. આ ફિલ્મમાં ટ્વિસ્ટ અને ટર્ન્સ પણ જોવા મળશે. ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી, ‘ત્રણ એવા લોકો જેમને કામ પ્રત્યે ખૂબ પ્રેમ હોય, કામ પ્રત્યે લગન હોય અને દર્શકોને રોમાંચ અપાવવા માટે આતુર હોય એવા લોકો સાથે કામ કરવાના છે. તમને રોમૅન્ટિક થ્રિલરની સાથે એવો ટ્વિસ્ટ જોવા મળશે, જેને તમે કદી ભૂલી નહીં શકો. ડાયનૅમિક પ્રોડ્યુસર વિશાલ રાણા અને નવોદિત ડિરેક્ટર કરણ રાવલ સાથે એક એવી ફિલ્મમાં કામ કરવાની ખુશી છે જે તમને સીટ પર જકડી રાખશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.’
આ ફિલ્મને લઈને પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં સોનાક્ષીએ કહ્યું કે ‘એશલોન પ્રોડક્શન્સ સાથે મારી આ પહેલી ફિલ્મ છે. હું હંમેશાં નવા અને એક્સાઇટિંગ રોલ્સ કરવા માટે આતુર હોઉં છું. આ મારા માટે એવોવું જોનર છે જેને અગાઉ નથી દેખાડવામાં આવ્યો. એથી આ રોમાંચક રોલ માટે હું ઉત્સુક છું.’