આવું કહેનારી સોનાક્ષીને બીક છે કે કોઈ સંતાઈને તેનો ફોટો ક્લિક કરી લેશે તો પછી વાઇરલ થઈ જશે
સોનાક્ષી સિંહા
એક ઇન્ટરવ્યુમાં સોનાક્ષી સિંહાએ આપેલા એક નિવેદનને કારણે તે ચર્ચામાં આવી છે. સોનાક્ષીએ જણાવ્યું છે કે તેને ભારતમાં સ્વિમિંગ કરતી વખતે ડર લાગે છે. સોનાક્ષીએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘હું સ્વિમવેઅર પહેરતી વખતે અસહજતા અનુભવું છું. મને હંમેશાં એવું લાગ્યું છે. ખાસ કરીને જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે સ્વિમિંગ કરવાનું મને પસંદ નહોતું. ભારતમાં તો હું ક્યારેય સ્વિમવેઅર નથી પહેરતી. અહીં તો ખબર જ નથી પડતી કે કોણ ક્યાંથી ફોટો ક્લિક કરી લે છે. જો કોઈ મારો સ્વિમવેઅરમાં ફોટો ક્લિક કરી લે તો પછી એ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ જાય. આ કારણે હું માત્ર વિદેશમાં જ સ્વિમિંગ કરવાનું પસંદ કરું છું.’

