આ ઍક્શનથી ભરપૂર ફિલ્મનું મુંબઈ શેડ્યુલ હાલમાં જ પૂરું કરવામાં આવ્યું છે
સોનાક્ષી સિંહા
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં સોનાક્ષી સિંહાની એન્ટ્રી થતાં તે ખૂબ ખુશ થઈ ઊઠી છે. આ ઍક્શનથી ભરપૂર ફિલ્મનું મુંબઈ શેડ્યુલ હાલમાં જ પૂરું કરવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ સ્કૉટલૅન્ડમાં ચાલી રહ્યું છે અને અબુ ધાબીમાં કરવામાં આવશે. ફિલ્મને જૅકી ભગનાણી અને વાશુ ભગનાણીએ પ્રોડ્યુસ કરી છે અને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જોડાવાની ખુશી વ્યક્ત કરતાં સોનાક્ષી સિંહાએ કહ્યું કે ‘હું આ અદ્ભુત કલાકારોવાળી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં સામેલ થઈને અતિશય ખુશ છું. અક્ષયકુમાર સાથે કામ કરવાની હંમેશાં મજા આવે છે. સાથે જ ટાઇગર સાથે પહેલી વખત કામ કરવાને લઈને હું ઉત્સુક છું. અલી અબ્બાસ ઝફર બ્રિલિયન્ટ ડિરેક્ટર છે. એમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મ બ્લૉકબસ્ટર થશે. આ ફિલ્મ દર્શકોને દેખાડવા માટે આતુર છું.’