કામ ક્યારે શરૂ થશે એની મને જરા પણ ચિંતા નથી: સોનાક્ષી
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાને એ વાતની જરા પણ ચિંતા નથી કે કામ ક્યારે શરૂ થશે. કોરોનાને કારણે કામ બંધ છે. જોકે સરકારી નિયમોનું પાલન કરતાં કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. લૉકડાઉનમાં લોકો ઘરમાં રહીને વિવિધ ઍક્ટિવિટીઝ કરતા હતા. લૉકડાઉન પસંદ છે એવું જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘હું જણાવવા માગું છું કે મને આ લૉકડાઉનની લાઇફ ખૂબ પસંદ છે. છેલ્લાં ૧૦ વર્ષથી આટલો મોટો બ્રેક તો નહોતો મળ્યો કે જેમાં હું મારી જાત સાથે સમય પસાર કરી શકું. મારી લાઇફ પાસેથી હું શું અપેક્ષા રાખી રહી છું એ જાણી શકું, જે મને પસંદ હોય એવી વસ્તુઓ કરું. પોતાને સમય આપું, સમસ્યાઓનો ઉકેલ કાઢું, જીવનમાં શું અગત્યનું છે અને શું નથી એ વિશે મંથન કરું. આ બધું મને ખૂબ પસંદ પડ્યું છે. મને એ વાતની જરા પણ ચિંતા નથી કે કામ ક્યારે શરૂ થશે અને કેવી રીતે કામ કરીશું. હું જાણું છું કે સેટ પર જવું અઘરું રહેશે. ઉદાહરણ તરીકે કઈ વસ્તુને સ્પર્શ કરવો, ચહેરાને સ્પર્શ ન કરવો અને પીપીઈ કિટ્સ સાથે લોકોને જોવા. મેં એક ફોટોશૂટ કર્યું હતું. એ દરમ્યાન લોકોને માથાથી લઈને પગ સુધી કવર થયેલા જોવું અને મેં પોતે જ એકલીએ શૂટ દરમ્યાન કવર નહોતું કર્યું. એ ખરેખર વિચિત્ર હતું. એવું લાગતું હતું હાથ તમારી સાથે જ રાખવા પરંતુ ચહેરાને સ્પર્શ ન કરવો. એ ખરેખર અજીબ હતું.’

