આલિયા ભટ્ટ અને વરૂણ ધવન કરતાં પહેલા લગ્ન કરશે સોનાક્ષી સિન્હા!
સોનાક્ષી સિન્હા (ફાઈલ ફોટો)
અત્યારે સોનાક્ષી સિન્હા પોતાની આગામી ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે તે તાજેતરમાં જ કલંક ટીમ સાથે ડાન્સ રિએલિટી શૉ સુપર ડાન્સર 2માં સામેલ થઈ. દરમિયાન આલિયા ભટ્ટ, વરુણ ધવન પણ સ્ટેજ પર આવ્યા અને ત્રણે સિતારાઓએ મળીને ખૂબ મસ્તી કરી. દરમિયાવ સોનાક્ષીએ પોતાના લગ્ન બાબતે વિશેષ ખુલાસો કર્યો. જેમાં તેણે કહ્યું કે તે વરુણ અને આલિયા પહેલા લગ્ન કરશે. સોનાક્ષીની આ જાહેરાત સાંભળીને શૉના જજ શિલ્પા શેટ્ટી, અનુરાગ બસુ અને હાજર રહેલ તમામ દર્શકો આશ્ચર્ય પામ્યા.
આલિયા, વરૂણ અને સોનાક્ષીને પર્સનલ લાઇફ વિશે પ્રશ્નો પુછાયા
ADVERTISEMENT
જણાવીએ કે ડાન્સ રિએલિટી શૉ સુપર ડાન્સર ચેપ્ટર 3 માં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સોનાક્ષીના તેમમની પર્સનલ લાઈફ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. જેમાં પ્રશ્ન હતો કે સૌથી પહેલા લગ્ન કોના થશે? આ સવાલ પૂછાતાંની સાથે જ સોનાક્ષી સિન્હાએ પહેલા પોતાનું નામ લીધું. સોનાક્ષીનો આ જવાબ સાંભળીને શૉની જજ શિલ્પા શેટ્ટી તેને પૂછવા લાગી કે તે ક્યારે અને કોની સાથે લગ્ન કરવાની છે. એવામાં સોનાક્ષીએ માત્ર એટલું જ કહ્યું કે તે ફક્ત આલિયા અને વરુણ પહેલા લગ્ન કરવા માગે છે.
આ પણ વાંચો : PM Narendra Modiની બાયોપિક હતી મ્યુઝિક વગરની, જાણો કેવી રીતે આવ્યા ગીતો
સોનાક્ષીએ દર્શકો અને શોના જજને પોતાના માટે “વર” શોધવાનું કહ્યું
એટલું જ નહીં સોનાક્ષી દર્શકો અને શોના જજિસને પણ પોતાની માટે વર શોધવાનું નિવેદન કરતી જોવા મળી. સોનાક્ષીએ પોતાના લગ્ન વિશે વધુ વાત કરતાં કહ્યું કે તે લગ્ન કરીને સેટલ થવા માટે તૈયાર છે. તે માત્ર યોગ્ય પાત્રની રાહ જોઈ રહી છે. સોનાક્ષી લગ્ન વિશે વાત કરી રહી હતી ત્યારે ફેન્સ સહિત બધાં જ અચંબિત હતા. બધાંને થયું કે સોનાક્ષી હવે પોતાના અંગત જીવન વિશે અમુક વાતો જણાવવાની છે, પણ તેણે કહ્યું કે તે હજી સિંગલ છે અને પોતાની માટે છોકરો શોધી રહી છે. હવે જોવાનું એ છે કે સૌથી પહેલા લગ્ન કોના થાય છે.