Sonakshi Sinha Celebrates First Karwa Chauth: સોનાક્ષીની આ પોસ્ટ પર બૉલિવૂડના અનેક સેલેબ્સે પણ કમેન્ટ કરી છે. સોનાક્ષી સિંહાની આ પોસ્ટ પર અભિનેત્રી મનીષા કોઈરાલાએ લખ્યું, ખરેખર.
સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથે ઉજવી કરવા ચોથ
Sonakshi Sinha Celebrates First Karwa Chauth: આજે કરવા ચૌથના શુભ અવસરે બૉલિવૂડની અનેક અભિનેત્રોએ જોરદાર ઉજવણી કરી હતી. અભિનેત્રોના આ ઉજવણીની તેમણે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. એમાં ખાસ કરીને અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તેની પહેલી કરવા ચોથની (Karwa Chauth) ઉજવણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. પતિ ઝહીર ઈકબાલ સાથે સોનાક્ષીની આ પહેલી કરવા ચોથ છે જે તેણે એકદમ કૉમેડી અંદાજમાં ઉજવણી કરી હતી.
દેશભરની મહિલાઓ ચંદ્ર નીકળવાની રાહ જોઈ રહી છે અને કરવા ચોથ વ્રત તોડવાની તૈયારી કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન સોનાક્ષી સિંહાએ (Sonakshi Sinha) એક ફની વીડિયો તેના ઇનસ્ટાગ્રામ પર શૅર (Sonakshi Sinha Celebrates First Karwa Chauth) કરીને ચાહકોને માહિતી આપી છે કે તેના પતિ ઝહીર ઈકબાલે પણ તેના માટે કરવા ચોથનું વ્રત રાખ્યું છે. એટલું જ નહીં, તેણે એક ફની વીડિયો પોસ્ટ કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી ગુલાબી સૂટમાં ઝહીર ઈકબાલને તેના હાથમાં ગજરા સાથે મજાકમાં હેરાન કરતી દેખાઈ રહી છે.
ADVERTISEMENT
View this post on Instagram
આ પોસ્ટ સાથે અભિનેત્રી સોનાક્ષી સિંહાએ (Sonakshi Sinha Celebrates First Karwa Chauth) એ લખ્યું, એવો પતિ શોધો જે તમને એકલા ભૂખ્યા ન રહેવા દે. તેમનું કારણ ગમે તે હોય. હેપ્પી કરવા ચોથ…આપણી પહેલી. સોનાક્ષીની આ પોસ્ટ પર બૉલિવૂડના અનેક સેલેબ્સે પણ કમેન્ટ કરી છે. સોનાક્ષી સિંહાની આ પોસ્ટ પર અભિનેત્રી મનીષા કોઈરાલાએ લખ્યું, ખરેખર. આ સાથે ચાહકોએ પણ હાર્ટ ઇમોજી દ્વારા આ કપલને ઘણો પ્રેમ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહાએ 23 જૂન, 2024ના તેના રોજ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. આ વખતે તેમની પહેલી કરાવવા ચોથ છે.
નોંધનીય છે કે સોનાક્ષી સિંહા (Sonakshi Sinha Celebrates First Karwa Chauth) અને ઝહીર ઈકબાલે (Zaheer Iqbal) 23 જૂન 2024ના રોજ કોર્ટના રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ પછી કપલે વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે ભાગ લીધો હતો અને કપલને આશીર્વાદ આપ્યા હતા. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, લગ્ન પછી, સોનાક્ષી સિંહા તાજેતરમાં જ હોરર-કોમેડી `કાકુડા` માં જોવા મળી હતી, જેનું પ્રીમિયર 12 જુલાઈ, 2024 ના રોજ ZEE 5 પર થયું હતું. સંજય લીલા ભણસાલીની ઓટીટી શ્રેણી `હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર`માં તેણે ભજવેલા પાત્ર માટે પણ અભિનેત્રીની પ્રશંસા કરવામાં આવી હતી. આમાં તેણે રેહાના અને ફરીદાનનો ડબલ રોલ કર્યો હતો.

