સોનાક્ષી સિંહાએ બાંદરામાં ૧૧ કરોડ રૂપિયાનો શાનદાર અપાર્ટમેન્ટ ખરીદી લીધો છે. એવું જાણવા મળ્યું છે કે રંગ શારદા ઑડિટોરિયમની નજીક આવેલું તેનું આ મકાન સી-ફેસિંગ છે
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાએ બાંદરામાં ૧૧ કરોડ રૂપિયાનો શાનદાર અપાર્ટમેન્ટ ખરીદી લીધો છે. એવું જાણવા મળ્યું છે કે રંગ શારદા ઑડિટોરિયમની નજીક આવેલું તેનું આ મકાન સી-ફેસિંગ છે. ૨૯ ઑગસ્ટે એ ડીલ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. એના માટે સોનાક્ષીએ પંચાવન લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી ભરી છે. તેનો આ અપાર્ટમેન્ટ 81 ઑરેટ નામના બિલ્ડિંગમાં ૨૬મા ફ્લોર પર છે. આ ફ્લૅટ ૨૨૦૮.૭૭ સ્ક્વેર ફુટમાં ફેલાયેલો છે. આ અપાર્ટમેન્ટ સાથે તેને ચાર કારના પાર્કિંગની સુવિધા મળી છે. આ અગાઉ પણ સોનાક્ષીએ એક શાનદાર ફ્લૅટ ખરીદ્યો છે. એની ઝલક તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.