બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા અને સંગીતકાર સોના મહાપાત્રાએ એવા સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે જેઓ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા છતાં હિન્દી નથી બોલતા
ફાઇલ તસવીર
બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા અને સંગીતકાર સોના મહાપાત્રાએ એવા સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે જેઓ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા છતાં હિન્દી નથી બોલતા. હિન્દી ભાષાના વિવાદ પર પ્રતિક્રિયા આપતા સોના મહાપાત્રાએ તે કલાકારોની ઝાટકણી કાઢી અને તેને શરમજનક ગણાવ્યું છે. સિંગરે કહ્યું કે સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ ગર્વથી તેમની સંસ્કૃતિને ઊંચી કરે છે, પરંતુ હિન્દી ફિલ્મના કલાકારો સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે તેઓ ભાષા બોલી શકતા નથી. ઉપરાંત, ગાયકે સાઉથની ફિલ્મોના જોરદાર વખાણ કર્યા હતા.
ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં સોના મહાપાત્રાને હિન્દી ડિબેટ પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો. આના જવાબમાં તેણીએ કહ્યું કે “હું ફક્ત એટલું જ કહી શકું છું કે મેં આરઆરઆર અને પુષ્પા જોઈ અને તે જોતા જ મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું. આ ફિલ્મો જોયા પછી મારી એકમાત્ર પ્રતિક્રિયા હેટ્સ ઑફ છે. દિગ્દર્શન હોય કે કાસ્ટિંગ બધું જ અદ્ભુત હતું. ઉપરાંત, તેઓ તેમની સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે તે જોઈને ખૂબ આનંદ થયો.
ADVERTISEMENT
જેઓ હિન્દી નથી બોલતા તેમના પર ટોણો માર્યો
સોના મહાપાત્રાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે “અમારી પાસે બોલિવૂડમાં પણ ખૂબ જ શાનદાર સ્ટાર્સ છે. માત્ર એક વાત ખટકે છે કે અહીં કેટલાક સ્ટાર્સ બહુ મુશ્કેલીથી હિન્દી બોલે છે. તે શરમજનક છે, કારણ કે હિન્દી ફિલ્મ સ્ટાર હોવાને કારણે, જો તમે તમારી ભાષા યોગ્ય રીતે બોલી શકતા નથી. આ જ ખાસિયત છે કે સાઉથની ફિલ્મોમાં ભારતીય સૌંદર્ય શાસ્ત્ર હજુ પણ ઘણું જોવા મળે છે.”
આ રીતે ઊભો થયો વિવાદ
તમને જણાવી દઈએ કે અજય દેવગન અને સાઉથના સ્ટાર કિચા સુદીપના નિવેદનબાજી બાદ હિન્દી આ વિવાદ ઊભો થયો હતો. અજય દેવગને હિન્દીને રાષ્ટ્રભાષા ગણાવી હતી, જ્યારે એક પ્રેસ ઈવેન્ટમાં કિચા સુદીપે કહ્યું હતું કે પેન ઈન્ડિયા ફિલ્મો હવે કન્નડમાં બની રહી છે અને હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી.

