આલિયા ભટ્ટે કરીના કપૂર ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આલિયા ભટ્ટ અને કરીના કપૂર
આલિયા ભટ્ટે કરીના કપૂર ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ બન્ને નણંદ-ભાભી છે. બન્નેએ ટ્રેડિશનલ આઉટફિટ સાથે ફોટોસેશન કરાવ્યું હતું. બન્ને ખૂબ સુંદર દેખાઈ રહી હતી. એ ફોટો આલિયાએ શૅર કર્યો છે. લોકોને બન્નેની કેમિસ્ટ્રી ખૂબ ગમી રહી છે. કરીનાએ ગ્રે કલરનું મિરર વર્કવાળું બ્રાલેટ પહેર્યું છે. સૅટિન સ્કર્ટ પર નેટનું શ્રગ છે. તો બીજી તરફ આલિયાએ પિન્ક કલરનું ક્રૉપ ટૉપ અને મૅચિંગ સ્કર્ટ અને શ્રગ પહેર્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘આનાથી સારું ન હોઈ શકે. તા. ક. શું કોઈ અમને સાથે ફિલ્મમાં કાસ્ટ કરશો પ્લીઝ. આમ પણ અમે પૂરો સમય વાતચીત કરવામાં પસાર કરી શકીશું.’