સમન્થા હાલમાં ટર્કીમાં વિજય દેવરાકોન્ડા સાથે ‘ખુશી’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે
વિજય દેવરાકોન્ડા અને સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુનું કહેવું છે કે કેટલાક ફ્રેન્ડ્સ તમારી સાથે હંમેશાં ઊભા રહે છે. તે હાલમાં ટર્કીમાં વિજય દેવરાકોન્ડા સાથે ‘ખુશી’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. બન્ને ફિલ્મના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને ફરવા નીકળી પડ્યાં છે. વિજય દેવરાકોન્ડાએ પણ સોશ્યલ મીડિયામાં એનો ફોટો શૅર કર્યો હતો. હવે સમન્થા અને વિજય દેવરાકોન્ડા બન્ને એક રેસ્ટોરાંમાં જમવા સાથે ગયાં હતાં. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સમન્થાએ કૅપ્શન આપી હતી, ‘તારી સારી-નરસી બાબત જોઈ છે, તું છેલ્લો આવતો, તને જલદી આવતો જોયો છે, તારા ઘણા ઉતાર-ચડાવ જોયા છે. કેટલાક ફ્રેન્ડ્સ નમ્રતાથી તમારી પડખે ઊભા હોય છે. આ વર્ષ અદ્ભુત છે.’