સોહા અલી ખાનની આગામી ફિલ્મ છે ‘છોરી 2’. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ ૧૧ એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ પહેલાં સોહાએ મિત્રો અને પરિવારજનો સાથે રવિવારે અનોખું સેલિબ્રેશન કર્યું હતું.
ટ્રેલર રિલીઝ સેલિબ્રેશન
સોહા અલી ખાનની આગામી ફિલ્મ છે ‘છોરી 2’. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ ૧૧ એપ્રિલે રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝ પહેલાં સોહાએ મિત્રો અને પરિવારજનો સાથે રવિવારે અનોખું સેલિબ્રેશન કર્યું હતું. તેણે આ સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ સેલિબ્રેશનમાં કરીના કપૂર, સોહા અલી ખાન, કુણાલ ખેમુ, નેહા ધુપિયા અને અંગદ બેદીએ હાજરી આપી હતી. તેમની આ તસવીર જોઈને લાગે છે કે સન્ડે બરાબર ફન-ડે બની ગયો હતો.

