3 વર્ષની થઈ ઈનાયા ખેમૂ, તૈમૂર સંગ તસવીર શૅર કરી બૅબોએ પાઠવી શુભેચ્છા
તૈમૂર અને ઈનાયા
બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે ક્યૂર સ્ટાર કિડ્સની વાત કરવામાં આવે છે, ત્યારે એમાં તૈમૂર અને ઈનાયાનું નામ સૌથી પહેલા આવે છે. આ બન્ને સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયા પર ઘણા ફૅમસ છે અને બન્નેની લોકપ્રિયતા પણ ઘણી છે. જેમ-જેમ તેઓ મોટા થઈ રહ્યા છે, તેમ તેમની સુંદર પ્રવૃત્તિઓ લોકોનું દિલ જીતી લે છે. બન્નેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. તાજેતરમાં ઈનાયા 3 વર્ષની થઈ છે. આ ખાસ પ્રસંગે તેમને ચારે બાજુથી ખૂબ-ખૂબ અભિનંદન મળી રહ્યા છે. કરીના કપૂર ખાને પણ ઈનાયા અને તૈમૂરનો એક ક્યૂટ ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે અને નાનકડી ક્યૂટ લિટલ ડૉલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
ADVERTISEMENT
બૅબોએ હાલ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તૈમૂર અને ઈનાયાની સારી બૉન્ડિંગ એકવાર ફરીથી નજર આવી રહી છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે એક તરફ ઈનાયા ઘણી ધ્યાની પુસ્તક વાંચતી જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ તૈમૂર પણ એની સાથે પુસ્તક વાંચતો નજરે ચડી રહ્યો છે. બન્નેની આ તસવીર કોઈના પણ ચહેરા પર સ્મિત લાવી દેશે. બન્ને એકબીજા સાથે સારી બૉન્ડિંગ શૅર કરે છે. બન્નેના સાથે રમતા અને ધમાલમસ્તી કરતા ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે. કરીના, સોહા અને કુણાલ ઇન્સ્ટા પર પોતાના ભાઈ-બહેન સાથે ક્યૂટ બૉન્ડિંગ શૅર કરતા રહે છે.
કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે, જેના કેપ્શનમાં લખ્યું છે - અમારી સુંદર ઈનાયાને જન્મદિવસની શુભકામનાઓ. જણાવી દઈએ કે હાલ કરીના કપૂર ખાન દિલ્હીમાં આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગમાં વ્યસ્ત છે. આમિર અને કરીના છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે. કારણકે કરીના પ્રેગ્નન્ટ છે, એટલે સેટ પર ખાસ કાળજી લેવામાં આવી રહી છે અને કોરોના વાઈરસથી બચવા માટે ફિલ્મના સેટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફિલ્મની વાત કરીએ તો તે ટોમ હેન્ક્સની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઑફિશિયલ રિમેક છે.

