સ્મિતા પાટીલનો દીકરો પ્રતીક પાટીલ બબ્બર અને નસીરુદ્દીન શાહ પણ હાજર હતા
ફિલ્મ-ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝ
ફ્રાન્સમાં ચાલી રહેલા ૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝના લુકની સાથે કેટલીક યાદગાર ફિલ્મોનું પણ સ્ક્રીનિંગ થાય છે. એ દરમ્યાન સ્વર્ગીય સ્મિતા પાટીલની ૧૯૭૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મંથન’નું પણ ગઈ કાલે સ્ક્રીનિંગ થયું હતું. એથી સ્મિતા પાટીલનો દીકરો પ્રતીક પાટીલ બબ્બર અને નસીરુદ્દીન શાહ પણ હાજર હતા. ક્લાસિક ફિલ્મોના સેક્શનમાં આ ફિલ્મની પસંદગી થઈ હતી. ૧૯૭૬માં આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. ફિલ્મમાં ભારતની શ્વેત ક્રાન્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં આ ફિલ્મને સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું હતું.

