ફિલ્મને વિવેક શર્માએ ડિરેક્ટ કરી છે
કુમાર સાનુની દીકરી શૅનન અને વિવેક દહિયા ‘ચલ ઝિંદગી’ સાથે બૉલીવુડમાં કરી રહ્યાં છે એન્ટ્રી
કુમાર સાનુની અમેરિકામાં રહેતી દીકરી શૅનન કે. અને વિવેક દહિયા ‘ચલ ઝિંદગી’ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. આ ફિલ્મ દ્વારા દિવ્યાંકા ત્રિપાઠીનો હસબન્ડ વિવેક ફિલ્મોમાં આવી રહ્યો છે. ફિલ્મમાં તેમની સાથે સંજય મિશ્રા, મીતા વસિષ્ઠ, વિઆન શર્મા અને વિક્રમ સિંહ પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મને વિવેક શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી ચાર અજાણ્યા લોકોની છે, જે બાઇક પર લેહ-લદાખની સફર પર નીકળે છે. એ જર્ની દરમ્યાન તેઓ એકબીજાને મળે છે. ફિલ્મનું મોશન પોસ્ટર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. બૉલીવુડમાં કામ કરવા વિશે શૅનન કે.એ કહ્યું કે ‘હું અમેરિકામાં મારા સિન્ગિંગમાં બિઝી હોવાથી હંમેશાં બૉલીવુડની ફિલ્મોમાં કામ કરવાનું સપનું જોતી હતી. મને એ વાતની ખુશી છે કે ‘ચલ ઝિંદગી’ દ્વારા મારું એ સપનું પૂરું થયું છે. મારા માટે તો આ બમણી ખુશી છે કે મને પાપા સાથે ગીત પણ ગાવાની તક મળી છે.’
વિવેક દહિયાએ પોતાની આ પહેલી ફિલ્મ વિશે કહ્યું કે ‘હું યોગ્ય સ્ક્રિપ્ટ મળે એની રાહ જોઈ રહ્યો હતો અને મને એ વાતની ખુશી છે કે મેં ‘ચલ ઝિંદગી’ને મારી પહેલી ફિલ્મ તરીકે પસંદ કરી છે.

