પરિણીતિ ચોપરા (Parineeti Chopra) અને આપ નેતા રાઘવ ચડ્ઢા (Raghav Chadha) વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા સૌ કોઈ આતુર છે. આ દરમિયાન સિંગર હાર્ડી સંધુ (Harddy Sandhu)એ કહ્યું કે તે ખુશ છે કે પરિણીતી આખરે જીવનમાં સેટલ થઈ રહી છે.
પરિણીતિ ચોપરા અને રાઘવ ચડ્ઢા
બૉલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા(Parineeti Chopra)અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ચર્ચામાં છે. તાજેતરમાં આ કપલ મુંબઈ(Mumbai)માં સતત બે ડિનર અને લંચ ડેટ્સ પર જોવા મળ્યું હતું, ત્યારબાદ તેમના અફેરની અફવાઓ તેજ થઈ ગઈ હતી. જો કે બંને પોતાના સંબંધો અંગે મૌન સેવી રહ્યા છે. આ બધાની વચ્ચે સિંગર અને એક્ટર હાર્ડી સંધુ(Harrdy Sandhu)એ કન્ફર્મ કર્યું છે કે પરિણીતી અને રાઘવ જલ્દી લગ્ન કરી રહ્યા છે.
હાર્ડી સંધુએ પરિણીતી-રાઘવના લગ્નની પુષ્ટિ કરી છે
ડીએનએને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન હાર્ડીએ કહ્યું કે તે ખુશ છે કે પરિણીતી આખરે જીવનમાં સેટલ થઈ રહી છે. તેણે કહ્યું, "હું ખૂબ જ ખુશ છું કે આખરે તે થઈ રહ્યું છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું." તેણે એ પણ શેર કર્યું કે જ્યારે તે તેની 2022ની સ્પાય-થ્રિલર `કોડ નેમઃ તિરંગા`નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેના લગ્ન વિશે ચર્ચા થઈ હતી.અમે જયારે લગ્ન મુદ્દે વાત કરી રહ્યાં હતા ત્યારે તેણીએ કહ્યું હતું કે `હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને લાગશે કે મને યોગ્ય વ્યક્તિ મળી ગયો છે`." તેણે એ પણ પુષ્ટિ કરી કે તેણે પરિણીતી સાથે વાત કરી છે અને તેણીને ફોન પર અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું, "હા, મેં તેને ફોન કર્યો અને અભિનંદન આપ્યા."
ADVERTISEMENT
AAP નેતાએ પણ પરિણીતી-રાઘવને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા
અગાઉ, આમ આદમી પાર્ટીના નેતા સંજીવ અરોરાએ મંગળવારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર રાઘવ અને પરિણીતીને તેમના લગ્ન માટે અભિનંદન આપ્યા હતા. તેણે લખ્યું, "હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેમના સંઘને ઘણા પ્રેમ, ખુશીઓ અને સમર્થન પ્રાપ્ત થાય. મારી શુભેચ્છાઓ!!!"
આ પણ વાંચો:લગ્નની તૈયારીઓ શરૂ કરી પરિણીતી ચોપડાએ?
રાઘવ પરિણીતીને રિસીવ કરવા માટે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો હતો.
બીજી તરફ લગ્નની અફવાઓ વચ્ચે બુધવારે રાત્રે પરિણીતી અને રાઘવ દિલ્હી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન પરિણીતી પત્રકારોને ટાળીને ઉતાવળમાં કારમાં પ્રવેશતી જોવા મળી હતી. તેણે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે રાઘવ તેમની સાથે જઈ રહ્યો હતો અને તે પણ ઝડપથી કારની અંદર જઈને બેસી ગયો હતો.