સલમાને ગઈ કાલે આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ માહિતી આપી હતી
ફિલ્મનું પોસ્ટર
સલમાન ખાનની આજે ૫૯મી વર્ષગાંઠ છે અને એ નિમિત્તે તેના ચાહકોને તેની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર જોવા મળવાનું છે. સલમાને ગઈ કાલે આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ માહિતી આપી હતી. સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન ‘ગજિની’વાળા એ. આર. મુરુગાદોસે કર્યું છે. ઈદ પર રિલીઝ થનારી આ ફિલ્મમાં સલમાન સાથે રશ્મિકા મંદાના, કાજલ અગરવાલ, સુનીલ શેટ્ટી છે.