બૉલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી ટૂંક સમયમાં જ એક-બીજાનાં થવા જઈ રહ્યાં છે. રિપૉર્ટ્સ પ્રમાણે 6 ફેબ્રુઆરીના દિવસે બન્ને લગ્ન બંધનમાં બંધાશે. આ સમાચાર સામે આવ્યા બાદ બન્નેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (ફાઈલ તસવીર)
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) પહેલી વાર ફિલ્મ `શેરશાહ`માં એક સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં એક સીન હતો જેમાં સિદ્ધાર્થ, કિયારાને કિસ કરે છે. સિદ્ધાર્થે આ સીન વિશે ખુલાસો કર્યો છે.
બૉલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી ટૂંક સમયમાં જ એક-બીજાનાં થવા જઈ રહ્યાં છે. રિપૉર્ટ્સ પ્રમાણે 6 ફેબ્રુઆરીના દિવસે બન્ને લગ્ન બંધનમાં બંધાશે. આ સમાચાર સામે આવ્યા બાદ બન્નેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તે કિયારાને દુલ્હન અને સિદ્ધાર્થને દુલ્હાના વેશમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે. હાલ બન્નેનાં લગ્નમાં સમય છે. એવામાં ચાહકો સોશિયલ મીડિયા પર બન્નેનાં જૂના ઈન્ટરવ્યૂઝ શૅર કરી રહ્યા છે. આમાંથી જ એક ક્લિપમાં સિદ્ધાર્થ એ વાતનો ખુલાસો કરતો દેખાય છે કે ફિલ્મમાં એક સીનમાં તેણે જબરજસ્તી કિયારાને કિસ કરવી પડે છે.
ADVERTISEMENT
શું કહ્યું સિદ્ધાર્થે?
જણાવવાનું કે, આ ક્લિપ ત્યારની છે જ્યારે કિયારા અને સિદ્ધાર્થ પોતાની ફિલ્મ `શેરશાહ`ની સક્સેસ બાદ `ધ કપિલ શર્મા શૉ`માં ગયા હતા. શૉ દરમિયાન કપિલ શર્માએ ઈશારામાં સિદ્ધાર્થને પૂછ્યું, "તમારી ફિલ્મ `શેરશાહ`માં એક ખૂબ જ સુંદર સીન હતો. આ સીનનો ઉલ્લેખ સ્ક્રિપ્ટમાં કરવામાં આવ્યો હતો કે આમાં તમારું ક્રિએટિવ ઈનપુટ હતું?" સિદ્ધાર્થ, કપિલના આ પ્રશ્ન પર રસપ્રદ જવાબ આપતા કહે છે કે, "આ ફિલ્મમાં બતાવવામાં આવેલી 90 ટકા વસ્તુઓ હકિકતે કૅપ્ટન વિક્રમ બત્રાની લાઇફમાં થઈ હતી." આના પર કપિલે કહ્યું કે, "હું બાકીના 10 ટકાની વાત કરી રહ્યો છું."
આ પણ વાંચો : Sidharth Kiara Wedding: કિયારાને `મહેંદી` લાગતી તસવીરો વાયરલ, જાણો વિગતે
અભિનેતાએ આપ્યો આ રસપ્રદ જવાબ
આ મામલે સિદ્ધાર્થ કહે છે કે, "ના ના, આ બધું તો અમે અમારા પાત્રમાં જીવ રેડવા માટે કર્યું હતું. શું કરીએ કરવું પડે છે. ખૂબ જ મુશ્કેલીથી, ફોર્સ્ડ, જબરજસ્તી કરવું પડ્યું." મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે કિયારા અને સિદ્ધાર્થ ફિલ્મ `શેરશાહ`ના શૂટ દરમિયાન જ એકબીજાની નજીક આવ્યાં હતાં. જોકે, બન્નેમાંથી કોઈએ પણ પોતાના રિલેશનશિપ સ્ટેટસની કન્ફર્મ માહિતી આપી નથી. પણ, હવે બન્નેનાં લગ્નએ આ અફવાઓ પર મોહર લગાડી દીધી છે.