સિદ્ધાર્થ ઘોડી પર બેસીને આવ્યો હતો અને પંજાબી સ્ટાઇલમાં જાન લઈને પહોંચ્યો હતો. તેના માટે ખાસ દિલ્હીથી બૅન્ડવાજાંવાળાને બોલાવવામાં આવ્યા હતા
ફાઇલ તસવીર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ગઈ કાલે જેસલમેરમાં લગ્ન કરી લીધાં છે. તેમણે જેસલમેરના સૂર્યગઢ પૅલેસમાં સાત ફેરા લીધા હતા. સિદ્ધાર્થ ઘોડી પર બેસીને આવ્યો હતો અને પંજાબી સ્ટાઇલમાં જાન લઈને પહોંચ્યો હતો. તેના માટે ખાસ દિલ્હીથી બૅન્ડવાજાંવાળાને બોલાવવામાં આવ્યા હતા. આ લગ્નમાં ઈશા અંબાણી, જુહી ચાવલા, કરણ જોહર, શાહિદ કપૂર અને રકુલ પ્રીત સિંહ જેવી ઘણી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. સોમવારે સંગીત સેરેમની યોજવામાં આવી હતી. આ સેરેમનીમાં દરેકે વાઇટ આઉટફિટ પહેર્યા હતા. આ સેરેમનીમાં આલ્કોહૉલને જેટ સ્પ્રે દ્વારા સર્વ કરવામાં આવ્યો હતો. ૩૦થી વધુ જાતનાં ફૂલ દ્વારા માહોલ બનાવવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ અને કિયારાએ તેમના ગીત ‘રાતાં લંબિયાં લંબિયાં’ પર ડાન્સ પર્ફોર્મ પણ કર્યો હતો. લગ્નની થીમ પિન્ક રાખવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.