કિયારા અડવાણી સાથે તેના લગ્નના મામલે `મિશન મજનૂ` એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ રંગીન અંદાજમાં પ્રતિક્રિયા આપી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાની
બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani)ના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બોલિવૂડ ગોસિપ ગ્રુપ્સમાં આ મુદ્દો ખૂબ ઉછળ્યો છે. હવે સિદ્ધાર્થ (Siddharth Malhotra Wedding)એ આખરે લગ્નની ચર્ચાઓને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. કિયારા અડવાણી સાથે તેના લગ્નના મામલે `મિશન મજનૂ` એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ રંગીન અંદાજમાં પ્રતિક્રિયા આપી છે.
કિયારા સાથેના લગ્ન મુદ્દે સિદ્ધાર્થે શું કહ્યું?
ADVERTISEMENT
`મિશન મજનૂ`ના પ્રમોશન માટે પહોંચેલા અભિનેતાએ કિયારા (Sidharth Malhotra – Kiara Advani Wedding) સાથેના લગ્નના મામલે ખૂબ જ વિચિત્ર અંદાજમાં જવાબ આપ્યો છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના આગામી ફિલ્મ `મિશન મજનૂ`ના પ્રમોશન માટે રેડિયો ફિવર એફએમ પર દેખાયા હતા. ત્યાં રેડિયો જોકીએ કહ્યું, “એક અફવા છે જેને તે સાફ કરવા માગે છે.” આ સાંભળીને સિદ્ધાર્થ સ્મિત કરે છે અને પછી કહે છે, “એટલે જ હું આ વર્ષે લગ્ન કરી રહ્યો છું.” સિદ્ધાર્થ મલ્હોત્રાના જવાબ પર રશ્મિકા મંદાના મોટેથી હસવા લાગે છે.
અભિનેતાનો જવાબ સાંભળીને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ચાહકો વધુ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે કે શું બંને ખરેખર વર્ષ 2023માં લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ અને કિયારા (Sidharth Malhotra Kiara Advani Relationship) વચ્ચેના સંબંધોની ચર્ચાઓ પણ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી થઈ રહી છે, પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી. શેરશાહ ફિલ્મમાં સિદ્ધાર્થ-કિયારાની કેમેસ્ટ્રીએ ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા, તેથી જ જ્યારે પણ આજે તેમના સંબંધોની ચર્ચા થાય છે ત્યારે નેટીઝન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.
આ પણ વાંચો: શાહરુખ ખાન જો હિન્દુ હોત તો કેવા હોત? જાણો કિંગ ખાનનો જવાબ
ઉલ્લેખનીય છે કે અગાઉ એવા સમાચાર પણ આવ્યા હતા કે સિદ્ધાર્થ અને કિયારા લગ્ન માટે ચંડીગઢમાં જગ્યા શોધી રહ્યા હતા. પહેલાં સમાચાર હતા કે કપલ ગોવામાં વેડિંગ ડેસ્ટિનેશન શોધી રહ્યું હતું, પરંતુ સિદ્ધાર્થની મોટી પંજાબી ફેમિલીને ધ્યાન રાખીને ડેસ્ટિનેશયન બદલવામાં આવી હતી.

