કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોફી વિથ કરણમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી ત્યારથી તેઓ લગ્નના પ્રશ્નોનો વિષય બન્યા છે
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા
અફવાઓ મુજબ ‘લવબર્ડ્સ’ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani)ના ખરેખર લગ્ન થવાના છે! જો કે `ક્યારે` અને `ક્યાં` એ નક્કી નથી, પરંતુ મનોરંજન સમાચાર પર નજર રાખતી વેબસાઇટ પિન્કવિલાએ પોતાના અહેવાલમાં આ દાવો કર્યો છે.
અહેવાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની નજીકના એક સૂત્રને ટાંકીને જણાવાયું છે કે “શેરશાહ જોડી એક મહિનાથી લગ્ન માટે જગ્યા શોધી રહી છે અને અમને જાણવા મળ્યું છે કે કિયારા અને સિડે જે વૈભવી મિલકતોનો સંપર્ક કર્યો તેમાંની એક ચંદીગઢની ઓબેરોય સુખવિલાસ સ્પા ઍન્ડ રિસોર્ટ હતી, તે તે જ સ્થાન છે જ્યાં રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન થયા હતા.”
ADVERTISEMENT
સૂત્રએ ઉમેર્યું હતું કે, "કપલે ગોવામાં લગ્ન કરવાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ સિદ્ધાર્થના મોટા પંજાબી પરિવારને ધ્યાનમાં રાખીને, ગોવામાં લગ્નની યોજના પડતી મૂકવામાં આવી હતી.”
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કોફી વિથ કરણમાં તેમના સંબંધોની પુષ્ટિ કરી ત્યારથી તેઓ લગ્નના પ્રશ્નોનો વિષય બન્યા છે. વિવાદાસ્પદ ટોક શોમાં, સિદ્ધાર્થ અને કિયારા બંનેએ એકબીજાને ડેટ કરવાનો સંકેત આપ્યો હતો અને કરણે પણ તેમની પાસેથી કેટલીક મજેદાર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. યોગાનુયોગ, શાહિદ કપૂરે પણ કિયારા અડવાણી સાથે કોફી વિથ કરણ 7માં દેખાયા ત્યારે લગ્નનો સંકેત આપ્યો હતો.
લગ્ન ચંદીગઢમાં થાય છે કે ગોવામાં એ જોવું રહ્યું, પરંતુ આ સમાચાર આવતા જ ફેન્સ તેમના લગ્ન વિશે જાણવા અને તસવીરો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
આ પણ વાંચો: ઇન્ડિયા લૉકડાઉન બનાવી રહ્યો છે મધુર ભંડારકર

