કિયારા અડવાણીએ પોતાના બ્રાઈડલ લૂકને બૉલિવૂડ અભિનેત્રીઓથી જૂદી બનાવવા માટે ઘણી મહેનત કરી છે. તમે આજે જામી શકો છો કે એક્ટ્રેસના બ્રાઈડલ લૂકની નાની નાની ડિટેલ્સ વિશે...
ફાઈલ તસવીર
સાત ફેબ્રુઆરીએ સાંજે સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણીએ (Kiara Advani) પોતાના ચાહકો સાથે લગ્નની ખુશખબરી શૅર કરી છે. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પ્રેમમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હંમેશને માટે એકબીજાના થઈ ગયા છે. બૉલિવૂડ સેલેબ્સથી લઈને તમામ ચાહકો હાલ બન્નેને લગ્નની શુભેચ્છાઓ આપતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ગઈ કાલે રાતથી સિદ્ધાર્થ અને કિયારાની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. કિયારા અડવાણી પોતાના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર લહેંગો પહેરીને ખૂબ જ સુંદર દેખાતી હતી. આની સાથે જ કિયારા અને સિદ્ધાર્થના ચહેરા પર જ ગ્લો હતો તે ખૂબ જ સુંદર લાગતો હતો. પણ આ રિપૉર્ટમાં અહીં દુલ્હનની બ્રાઈડલ જ્વેલરી વિશેની ચર્ચા થશે.
કિયારા અડવાણીનો બ્રાઈડલ લૂક
મિસિસ મલ્હોત્રાએ માત્ર પોતાના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો પિંક ઓમ્બ્રે રોઝ લહેંગો પહેર્યો એવું નહીં પણ કિયારાએ આની સાથે જ્વેલરી પણ મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી જ પહેરી હતી. કિયારા અડવાણીની આ જ્વેલરી અલ્ટ્રા-ફાઈન હેન્ડકટ ડાયમન્ડ્સથી બનાવવામાં આવી છે. આ કસ્ટમ મેડ સ્પેશિયલ ડાયમન્ડ જ્વેલરી સેટ મનીષ મલ્હોત્રાએ સ્પેશિયલી કિયારા માટે જ ડિઝાઈન કરી હતી. આની સાથે જ વાત કરીએ કિયારાના બ્રાઈડલ લૂકમાંના તેના કલીરાની અને તેના ચૂડની તો કિયારાએ લહેંગા સાથે મેચિંગ પિંક ટોનનો ચૂડો કૅરી કર્યો હતો.
ADVERTISEMENT
View this post on Instagram
આ પણ વાંચો : સિદ્ધાર્થ-કિયારાએ કરી લીધાં લગ્ન
ખૂબ જ ખાસ છે મિસિસ મલ્હોત્રાની વેડિંગ જ્વેલરી
કિયારા અડવાણીના કલીરા તેની અને સિદ્ધાર્થની ક્યૂટ લવસ્ટોરીનું વર્ણન કરે છે. મૃણાલિની ચંદ્રાએ આ કલીરાને ડિઝાઈન કરતા તેમની લવસ્ટોરીનું એન્ગલ ફિટ કર્યો છે. જેવું તમે જોઈ શકો છો કે કિયારાના કલીરામાં સ્ટાર મૂનની સાથે તેમના પેટ સાથે જ તેમના ઈનિશિયલ્સને ઝીણવટતાથી શણગારી છે. માનવું પડે કે કિયારાએ પોતાના બ્રાઈડલ લૂકની પસંદગી બધા કરતા જૂદી કરી છે. કિયારા અડવાણીને ગુલાબી કલર પ્રત્યે કેટલો પ્રેમ છે આનો અંદાજ તમે તેના બ્રાઈડલ લૂકને જોઈને લગાડી શકો છો.