ટ્વિટર પર એક મિલ્યન ફૉલોઅર્સ થતાં સૌનો આભાર માન્યો સિદ્ધાર્થ શુક્લાએ
સિદ્ધાર્થ શુક્લા
સિદ્ધાર્થ શુક્લાએ ટ્વિટર પર એક મિલ્યન ફૉલોઅર્સ થતાં લોકોનો આભાર માન્યો છે. તેણે ‘બિગ બૉસ’ 13નો તાજ પણ જીત્યો હતો. ‘બાલિકા વધૂ’ સિરિયલથી તેને વધુ ખ્યાતિ મળી હતી. બાદમાં 2014માં ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’થી તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. 1 મિલ્યન ફૉલોઅર્સનો આભાર માનતાં ટ્વિટર પર સિદ્ધાર્થ શુક્લાએ ટ્વીટ કર્યું હતું કે ‘દરેકને શુભેચ્છા. આપણે હવે 1 મિલ્યન થઈ ગયા છીએ. મને સપોર્ટ કરવા માટે અને મને ફૉલો કરવા માટે થૅન્ક યુ. ટ્વિટર પર આવવું મારા માટે સૌથી સારો નિર્ણય હતો જેના માધ્યમથી હું તમારા સૌની સાથે કનેક્ટ થઈ શક્યો. થૅન્ક યુ. લવ અને લક તમને સૌને.’

