યાહૂ સર્ચમાં આ વર્ષે અભિનેત્રીમાં સૌથી આગળ કરીના
સલમાનને પાછળ છોડ્યો સિદ્ધાર્થ શુક્લાએ
યાહૂ સર્ચમાં આ વર્ષે સૌથી વધુ કોઈને સર્ચ કરવામાં આવ્યો હોય તો એ છે સિદ્ધાર્થ શુક્લા અને કરીના કપૂર ખાન. યાહૂ દ્વારા દર વર્ષે આંકડા જાહેર કરવામાં આવે છે. આ આંકડામાં ઍક્ટરમાં સૌથી વધુ સર્ચ સિદ્ધાર્થને કરવામાં આવ્યો હતો. બીજી સપ્ટેમ્બરે તેનું હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. સિદ્ધાર્થ બાદ સલમાન ખાન અને ત્યાર બાદ અલુ અર્જુનને સર્ચ કરવામાં આવ્યો હતો. ચોથા ક્રમે હાલમાં મૃત્યુ પામનાર કન્નડ સુપરસ્ટાર પુનિત રાજકુમાર અને પાંચમા ક્રમે દિલીપકુમારનો સમાવેશ છે. ઍક્ટ્રેસના લિસ્ટમાં કરીનાએ બાજી મારી છે. ત્યાર બાદ કૅટરિના કૈફ અને પ્રિયંકા ચોપડા જોનસનો સમાવેશ થાય છે. પ્રિયંકા બાદ ચોથા ક્રમે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણનો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે આ ટૉપ-ફાઇવમાંથી ૪નું કનેક્શન રણબીર કપૂર સાથે છે. કરીના રણબીરની બહેન છે. દીપિકા અને કૅટરિના તેની એક્સ-ગર્લફ્રેન્ડ છે. આલિયા સાથે તેનાં લગ્નના સમાચાર ચાલી રહ્યા છે.

